બે આખલા બાઝે તો ક્યારેક ત્રીજાને ફાયદો પણ થાય

August 11, 2018 at 8:34 pm


ચીન અને અમેરિકા વચ્ચે શરુ થયેલા ટ્રેડ વોર આગામી દિવસોમાં વધુ ઘાતક બની શકે છે. દુનિયાના આર્થિક પાવરહાઉસ તરીકે પ્રખ્યાત બંને દેશો એકબીજાને પછાડવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. એશિયામાં ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ અને ગેસની ખરીદી કરતું રહ્યું છે. પરંતુ જ્યારથી ટ્રેડ વોર શરુ થઈ છે ત્યારથી સૌથી મોટા ટ્રેડિ»ગ હાઉસે અમેરિકાના ક્રૂડ આેઈલ અને ગેસની ખરીદી જ બંધ કરી દીધી છે. જે સાથે ચીને અમેરિકાના ક્રૂડ અને એલએનજી પર પણ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ બન્નેની લડાઈમાં ભારતમાં પેટ્રાેલ-ડિઝલ સસ્તા થઈ જશે તેવી આશા છે અને આમ થવાથી વેપાર ઉદ્યાેગને તેમજ આમ જનતાને ઘણી રાહત મળવાની સંભાવના છે.

જો ચીન આ રીતે અમેરિકાના ક્રૂડ આેઈલનો બહિષ્કાર કરતું રહેશે તો ઈરાન ક્રૂડ માર્કેટનું મોટું ખેલાડી બની શકે છે. જેના પર અમેરિકાનું કોઈ જ નિયંત્રણ પણ રહેશે નહી. ચીન અને અમેરિકા વચ્ચે વધેલા તનાવની સ્થિતિમાં ભારત પર ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની પણ આેછી જ અસર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ભારતે અમેરિકા પાસેથી પ્રતિદિન 3,19,000 બેરલના ક્રૂડનું બુકિંગ કરાવ્યું છે.

આ અગાઉ ભારત અમેરિકા પાસેથી પ્રતિદિન 1,19,000 બેરલના હિસાબે આયાત કરી રહ્યું હતું. જે જોતાં અમેરિકા પાસેથી સીધા ત્રણ ગણું વધારે ખરીદી કરવામાં આવશે. જે જોતાં સ્પષ્ટ જોવા મળશે કે અમેરિકા પાસેથી ભારત ઝડપથી આયાત કરી રહ્યું છે અને તેમાં સતત વધારો કરી રહ્યું છે.

ક્રૂડ માર્કેટના કેટલાંક લોકોનું માનવું છે કે, આ સ્થિતિમાં ભારત પાસે અમેરિકા સાથે ક્રૂડ આેઈલની ખરીદીની સામે સોદો કરવાની એક નવી તક મળી જશે. ચીની પાસેથી દક્ષિણ કોરિયા પછી ભારત અમેરિકા પાસેથી સૌથી મોટું ક્રૂડ આેઈલ ખરીદનાર બનશે, જે જોતા ભાવમાં પણ સીધો ઘટાડો જોવા મળી શકે છે. જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર થશે.

Comments

comments

VOTING POLL