બે દી’માં રોકાણકારોના રૂા.4.14 લાખ કરોડ ડૂબી ગયા

September 12, 2018 at 10:47 am


શેરબજારમાં બે દિવસના કારોબાર દરમિયાન એક હજાર અંકની પછડાટ સાથે રોકાણકારોને અંદાજે 4.14 લાખ કરોડનો ધુંબો લાગી ગયો છે. ક્રુડના ભાવમાં જબરો ઉછાળો છે અને રૂપિયાની હાલત સાવ ખરાબ થઈ છે ત્યારે સેન્સકસ પણ તળિટે બેસી જતાં રોકાણકારોને ભારે જંગી ખોટ ગઈ છે. કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયો 72.69ના રેકોર્ડ ન્યુનતમ સ્તર પર પહાેંચી ગયો હતો તેની સામે શેર બજારમાં વેચવાલી નીકળી હતી.
વેચવાલીની પરંપરાને પગલે સેન્સેકસ 37,413,13 પર બંધ થયો હતો. સોમવારે પણ તેમાં 468 પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું. ડોલરની વધી રહેલી માગને પગલે ગઈકાલે પણ રૂપિયો તુટતો જ રહ્યાે હતો. ગઈકાલે રૂપિયો 24 પૈસા તુટીને 72.69ના સ્તર પર હતો. બેન્કો તથા નિકાસકારોની ડોલર વેચવાલવી વચ્ચે રૂપિયો સવારે 20 પૈસા મજબુત થઈને 72.25 પર ખુલ્યો હતો.
જો કે, ત્યારબાદ 25 પૈસા તુટીને 72.74 સુધી નીચે ચાલ્યો ગયો હતો. પરંતુ રિઝર્વ બેન્કની દરમિયાનગીરી બાદ 72.69 પર બંધ થયો હતો. ક્રુડના ભાવમાં સતત વધારો થઈ રહ્યાે છે અને તેને લીધે બાજી બગડી રહી છે. રૂપિયાની પછડાટ ચાલુ જ રહેવાની ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. શેરબજારમાં બે દિવસમાં ભારે દેકારો બોલી ગયો છે અને તેના પરિણામકે રોકાણકારોને 4.14 લાખ કરોડનો ધુંબો લાગી ગયો છે.

Comments

comments

VOTING POLL