બે હજાર ચકલીને કંકોતરીમાં મળશે માળો

February 23, 2018 at 11:31 am


બિલીયાળા ના રહેવાસી અને ગોડલ રામ ટ્રસ્ટના સqક્રય કાર્યકર ધેલાભાઈ રાદડીયા ના પુત્ર વિપુલ રાદડીયા ની કંકોતરીને પક્ષીઆેના ઘરનું સ્વરુપ આપ્યું છે. ઘેલાભાઈ એ આમંત્રણ ફક્ત 400 પરિવારને આપવાનું છે, પરંતુ તેમની કંકોતરીરુપી પક્ષીના ઘરની એટલીબધી ડિમાન્ડ નીકળી કે તેમણે બે હજાર કંકોતરી તૈયાર કરાવવી પડી છે.

આ બાબતની માહિતી આપતાં ધેલાભાઈ ના નાના પુત્ર રોનક રાદડિયા ઘણા સમય પહેલાંથી તેના ભાઈ ના લગ્નપ્રસંગે જીવરક્ષાનો પ્રાેજેક્ટ બનાવવો હતો,. ભાઈ ના ચાર મહિના પહેલાં લગ્ન નક્કી થયાં ત્યારે રોનક ભાઈ પહેલાં તેમના પરિવારમાં જીવરક્ષા પ્રાેજેક્ટની ચર્ચા કરી હતી. રોનક ભાઈ ના પિતા એ જીવરક્ષાના પ્રાેજેક્ટની સંમતિ આપી દીધી હતી.

બસ, પરિવારની સંમતિ મળતાં જ રોનક ભાઈ પ્રાેજેક્ટ પર વર્ક કરવાનું શરુ કરી દીધું હતું એમ જણાવતા રોનક રાદડિયા કહ્યું હતું કે મારે આ પ્રાેજેક્ટ પર્યાવરણપ્રેમી બનીને કરવાનો હતો, એટલે મેં ઇકો-ફ્રેન્ડ્લી કંકોતરી બનાવવા માટેની ડિઝાઇનો કરવાની તૈયારી કરી હતી. લૃમારા ભાઈ નું ઘર બાંધવા જઈ રહ્યાે હતા ત્યારે મારે પક્ષીઆે માટે પણ ઘરરુપી કંકોતરી બનાવવી હતી. એ માટે મેંબે-ચાર ડિઝાઇનો બનાવી જેમાં પક્ષીઆેને સુવિધારુપ રહે એવાં બોક્સ તૈયાર કયા¯. આખરે એક બોક્સ જીવરક્ષા માટે મેં તૈયાર કર્યું અને એ ડિઝાઇન પ્રમાણે મેં એ બોક્સ જેવી કંકોતરી બનાવવા આપી દીધી.

આ કંકોતરી માં રાદડીયા પરિવારે પુત્રના પ્રસંગોની વિગતોની સાથે ચકલીની દર્દભરી અપીલ અને સૂચના પણ લખી છે. આ લખાણમાં તેમણે લખ્યું છે કે ચકલીને લુપ્ત થતી અટકાવવા એના સંરક્ષણ, સંવર્ધન અને માળાનાં સ્થાનોની (ચકલીનો માળો) પૂતિર્ કરવાની તાતી જરુર છે. ચકલીને ઝાડ પર માળો બનાવતાં સૂચના આપતાં તેમણે લખ્યું છે કે બાલ્કની કે બારી-દરવાજાની છાજલી નીચે બે અથવા બેથી વધુ સંખ્યામાં રાખવી. બિલાડી ન પહાેંચી શકે એવી જગ્યા પસંદ કરવી. પાણી કે વરસાદમાં બગડે નહી એનું ધ્યાન રાખવું. શિકારી પક્ષીઆેનો ભય હોવાથી ખુલ્લા ઝાડ પર, બગીચા કે અગાસીમાં રાખવું નહી. ચકલીના માળાની આજુબાજુમાં કે ઝાડ પર પાણીની કૂંડી કે ચણની છાબડી રાખવાથી વધુ સારું પરિણામ અને પુÎય મળશે.

ઘેલા ભાઈ રાદડિયા જ્યારે તેમના પ્રિયજનો અને સ્વજનો ને કંકોતરી આપવા નીકળ્યા ત્યારે સૌએ એકથી વધુ કંકોતરીની ડિમાન્ડ કરી. આ સંદર્ભમાં ઘેલા ભાઈ રાદડિયા કહ્યું હતું કે પ્રિયજનો અને સ્વજનો જ નહી, તેમના આડોશીપાડોશી કંકોતરી જોઈને જીવરક્ષાના આશયથી કંકોતરીની ડિમાન્ડ કરવા લાગ્યા. આમ હું મારા જીવરક્ષાના ધ્યેયમાં સફળ રહ્યાે છું.

Comments

comments