બોક્સઓફીસ પર ‘સુપર ૩૦’ ફિલ્મ ૧૦૦ કરોડ તરફ કરી રહી છે પ્રયાણ…

July 20, 2019 at 11:05 am


૧૨ જુલાઈએ આવેલી હૃતિક રોશનની ‘સુપર 30’ ફિલ્મ બોક્સઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની પ્રેરણાદાયી વાર્તાને લીધે ફિલ્મને બિહાર, યુપી અને રાજસ્થાનમાં કર મુક્ત કરવામાં આવી છે. મૂવીએ ફક્ત અઠવાડિયામાં અંદાજે ૭૦.૨૩ કરોડથી પણ વધુની કમાણી કરી છે. ફિલ્મના પ્રથમ સપ્તાહમાં જ ફિલ્મનું કુલ કલેકશન ૭૫.૮૫ કરોડ પહોંચ્યું હતું. પરંતુ આ ફિલ્મની કમાણી સામૂહિક સર્કિટ્સ અને સિંગલ સ્ક્રીન્સમાં નબળી છે, પરંતુ ‘સુપર ૩૦’ એ મેટ્રો અને અરબન કેન્દ્રોમાં સારું એવું કલેકશન કર્યું છે. બોક્સ ઓફિસ પર આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ ન રિલીઝ થતા હૃતિકની ફિલ્મને ફાયદો મળ્યો છે એમ કહેવામાં પણ ખોટું નહિ. જોકે ‘ધ લાયન કિંગ’ હૃતિકની મૂવીને ટક્કર આપી શકે છે. આ ફિલ્મના સપ્તાહના અંતમાં કમાણીમાં ભારે વધારો થતાં ફિલ્મ બીજા સપ્તાહમાં ૧૦૦ કરોડ કમાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ‘સુપર 30’ ઉપરાંત ‘કબીર સિંહ’ અને ‘આર્ટીકલ ૧૫’ એ પણ સિનેમામાં હાલ સારું પ્રદર્શન કરી રહી છે. ‘કબીર સિંહે’ ચોથા સપ્તાહ સુધી ૨૬૬.૨૬ કરોડની કમાણી કરી છે. પરંતુ હજી ‘કબીર સિંઘ’ની નજર ૩૦૦ કરોડ પર પણ જોવા મળી શકે છે. ત્યારે હવે જોવાનું છે કે ‘કબીર સિંઘ’ ફિલ્મ 300 કરોડની કમાણી કરે છે કે નહીં ? જોકે એવું માનવામાં આવે છે કે કબીર સિંહ ૨૭૫ કરોડના આંકડાને સરળતાથી પાર કરી શકશે. જ્યારે આયુષ્માન ખુરાનની ‘આર્ટિકલ ૧૫’ એ તો ત્રીજા અઠવાડીયામાં ૬૦ કરોડની કમાણી કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હૃતિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’ બોક્સોફીસ પર પોતાનો જલવો દેખાડશે કે કેમ ?

Comments

comments

VOTING POLL