બોગસ લાયસન્સ કૌભાંડ: આરટીઓ પાસેથી માહિતી એકત્ર કરતું એસઓજી

April 15, 2019 at 4:26 pm


આરટીઓ કચેરી પાસેથી બોગસ લાયસન્સ કૌભાંડમાં પકડાયેલા શખસની એસઓજીએ ધરપકડ કર્યા બાદ પાંચ દિવસના રીમાન્ડ મેળવી આકરી પુછપરછ કરતા વધુ એક એજન્ટનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બોગસ લાયસન્સ કાંડમાં પકડાયેલા ઠગે કેટલા લાયસન્સ કાઢી આપ્યા ? તે સહિતની તપાસ અર્થે આરટીઓ પાસેથી માહિતી એકત્ર કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મનહર સોસાયટીમાં રહેતો અને આરટીઓ પાસે ઓફીસ રાખી એજન્ટ તરીકે કામ કરતો હિમાંશુ અશોક વાળા નામનો શખસ બોગસ લનગ લાયસન્સ બનાવતો હોવાની ચોકકસ બાતમીને આધારે એસઓજીના પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ એચ.એમ.રાણા, બી.કે.ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડી બોગસ લાયસન્સના જથ્થા સાથે ધરપકડ કરી તેની પાસેથી ૩૬ હજારની મત્તા કબજે કરી વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરતા કોર્ટે તેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં આરટીઓ એજન્ટ હિમાંશુ તેની ઓફીસમાંથી જ બોગસ લાયસન્સ બનાવતો હોવાનું અને આ કૌભાંડમાં વધુ એક એજન્ટનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની વધુ તપાસમાં પકડાયેલો આરટીઓ એજન્ટ કેટલાક સમયથી અને કેટલા બોગસ લાયસન્સ કાઢયા છે ? તે અંગેની માહિતી મેળવવા આરટીઓને જાણ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments