બોગસ લોન કૌભાંડમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

May 18, 2019 at 9:38 am


Spread the love

કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં સંડોવાયેલો આરોપી જયંતી ડુમરાની ટ્રાન્સફર વોરંટથી સીઆઈડી ક્રાઈમ દ્વારા અટકાયત કર્યા બાદ આજે ભુજ કોર્ટમાં ૧પ દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ર૧ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસની મળતી વિગતો મુજબ સીઆઈડી ક્રાઈમ દ્વારા જયંતી ઠક્કર (ડુમરા)ને ટ્રાન્સફર વોરંટ દ્વારા બોગસ દસ્તાવેજાના આધારે ૭.૮ર કરોડની ઠગાઈ કરી હોવાના ગુનામાં ધરપકડ કરી હતી. જયંતી ભાનુશાલી હત્યા કેસમાં સંડોવણીના આરોપસર જેલવાસ ભોગવતો જયંતી ઠક્કરની સીઆઈડી ક્રાઈમ દ્વારા લોન કૌભાંડમાં અટકાયત કરી હતી. આજે તેને ભુજની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. આ ૩ દિવસ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરી કૌભાંડ અંગેની વિગતો બહાર આવશે. હાલમાં જયંતી ઠક્કર ભાનુશાલી હત્યા કેસમાં ગળપાદર જેલ હતો ત્યાંથી સીઆઈડી ક્રાઈમે આ એક કૌભાંડમાં ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો.