બોટાદના પાળીયાદ ગામે બિમારીથી કંટાળી પ્રજાપતિ પ્રૌઢનો એસીડ પી આપઘાત

April 20, 2019 at 10:39 am


બોટાદ તાલુકાના તરઘડા ગામે રહેતા પ્રજાપતિ પ્રૌઢે પાળીયાદ ગામ પાસે હતા ત્યારે એસીડ પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રૌઢને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હોય તેનાથી કંટાળી જઈ આ પગલું ભયુ હોવાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોટાદના તરઘડા ગામે રહેતા ધીરૂભાઈ ગોરધનભાઈ પરમાર ઉ.વ.૪૮ નામના પ્રજાપતિ પ્રૌઢ ગઈકાલે બપોરે પાળીયાદ ગામે હતા ત્યારે એસીડ પી જતાં તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવના પગલે પ્ર.નગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા ધીરૂભાઈ બે ભાઈ બે બેનમાં નાના હોવાનું અને તેને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું અને મજુરી કામ કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની વધુ પુછપરછમાં ધીરૂભાઈને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હોય કંટાળી જઈ આ પગલું ભયુ હોવાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

Comments

comments

VOTING POLL