બોટાદનો મોબાઇલ મમુ સુરત ક્રાઇમ બ્રાંચના નેટવર્ક બહાર

December 2, 2019 at 3:08 pm


Spread the love

સુરત ક્રાઇમ બ્રાંચે મોબાઇલ અને ઘરેણા ચોરીની ગેંગના છ શખ્સોને ઝડપી લેતા આ ગેંગ પાસેથી મોબાઇલ ખરીદનારનું નામ ખુલ્યુ હતુ. આ સુરતના શખ્સની ધરપકડ બાદ મોબાઇલ ચોરીના આ જબ્બર નેટવર્કનું કનેકશન બોટાદ સુધી પહાેંચ્યું છે અને બોટાદનો મમુ કાસીમ આવા ચોરાઉ મોબાઇલનો ખરીદાર હોવાનું બહાર આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાંચ આ મોબાઇલ મમુને ઝડપી લેવા બોટાદ આંટાફેરા કરી ચુકી છે પરંતુ હજી સુધી મમુ નેટવર્કમાં આવ્યો નથી.
સુરતના ઉઘના – ખડોદરા સલાબતપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં મોબાઇલ લૂંટ તથા રીક્ષામાં પેસેન્જરો બેસાડી તેના મોબાઇલ ચોરી લેવાની ઘટનાઆેના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાંચે ત્રણ મહિનામાં તફડાવાયેલા આવા શખ્સોને, 13.90 લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સો પાસેથી સુરતના ભાગા તળાવ જનતા માર્કેટ પાસે દુકાન ધરાવતો જુનેદ ઉર્ફે ખારાક આ મોબાઇલ સસ્તા ભાવે લેતો હોવાનું બહાર આવતા તેની પણ ધરપકડ થઇ છે. આ જુનેદ ઉર્ફે ખારાક આ ચોરાઉ મોબાઇલ બોટાદ રહેતા મમુ કાસીમને વેચી દેતો હતો.
સુરતથી આંગડીયા મારફતે આ મોબાઇલ બોટાદ પહાેંચતા અને બોટાદનો મમુ આ મોબાઇલ વેચી દેતો હતો. સુરતનો જુનેદ મોબાઇલના આઇએમઇઆઇ બદલવાનો માસ્ટર માઇન્ડ છે તો બોટાદનો મમુ આવા મોબાઇલ ગુજરાત અને દેશ બહાર આqફ્રકા, નેપાળ, દુબઇ જેવા દેશોમાં પણ વેચવાનો અઠંગ ખેલાડી હોવાનું ખુલ્યું છે. આ મમુ અગાઉ પકડાઇ ચુક્યો છે જયારે આ ગુનામાં હાલ તે લાપત્તા છે. મમુ કાસીમને ઝડપી લેવા સુરત ક્રાઇમ બ્રાંચ, બોટાદ આવીને શોધખોળ કરી ચુકી છે પરંતુ મમુ તેમને હાથ લાગ્યો નથી.
સુરત ક્રાઇમ બ્રાંચ જુનેદે બદલાવેલ આઇએમઇઆઇ સાથેના મોબાઇલ કોની પાસે છે ં તેના આધારે મોબાઇલ ખરીદનાર સુધી પહાેંચવા પણ તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, બોટાદ જિલ્લામાં ચોરાઉ મોબાઇલનું તથા ચોરાઉ વાહનનું ખાસ નેટવર્ક ચાલી રહ્યું છે અને કેટલાક શખ્સો સમગ્ર રાજયમાંથી આ કૌભાંડ ચલાવી રહ્યાં છે.