બોરતળાવ વિવાદોથી છલોછલ : ડુબની જમીનમાં થયેલા અનેક દબાણોનો ડ્રાેન કેમેરાથી સરવે

October 9, 2019 at 2:17 pm


કુદરતની મહેરબાનીથી ચાલુ વર્ષે ચોમાસામાં બોરતળાવ પાણીની પુર્ણ સપાટીએ ભરાતા છલકાયું છે. આ સાથે વિવાદોથી પણ બોરતળાવ છલોછલ થયુ હોય તેમ શાસક – વિપક્ષના દાવા – પ્રતિદાવા અને આક્ષેપો વચ્ચે રાજકારણ થઇ રહ્યું છે. બીજીબાજુ મંગળવારે મ્યુ.તંત્ર દ્વારા ડુબની જમીનોમાં દબાણોનો ડ્રાેન કેમેરાથી સરવે કરવામા આવ્યો હતો. જે તાંત્રિક નાેંધ બાદ જાહેર કરાશે.

મેઘરાજાની મહેરથી બોરતળાવ છલકાયું છે ત્યાં દુઃખીશ્યામબાપા મંદિર પાસેના વેસ્ટવિયરના દરવાજા ખુંી જતાં વિવાદ થયો છે અને બોરતળાવને ખાલી કરવાનો કારસો હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલે પુનઃ દોહરાવ્યો છે. વેસ્ટવિયરમાંથી મોટી માત્રામાં વહી જતું પાણી તેમના આક્ષેપમાં તથ્ય હોવાનું સાબિત કરે છે તો બીજીબાજુ બોરતળાવમાં પાણી વધતા વેસ્ટવિયરમાંથી પાણી વહી જતું હોવાનો દાવો કરી આક્ષેપનું ખંડન કરવામા આવ્યું છે. શાસક અને તંત્રએ વિપક્ષના આક્ષેપ સામે એક સુર થઇ ખંડન કરવા પ્રયાસ કર્યો છે. આમ, દાવા પ્રતિદાવા વચ્ચે બોરતળાવ વિવાદોથી પણ છલોછલ થયું છે.બોરતળાવની એચએફએલની હદમાં બાંધકામો અને દબાણોને નુકશાન ન થાય તે માટે બોરતળાવને પુર્ણ સપાટીને ન ભરવા દઇ ખાલી રાખવાનો કારસો હોવાનો આક્ષેપ કાયમ રહ્યાે છે. આ સંજોગોમાં મ્યુ.તંત્ર દ્વારા ગઇકાલે ડ્રાેન કેમેરા વડે સરવે કરી ડુબની જમીનમાં કયાં કેટલા દબાણો તેની જાણકારી મેળવાઇ હતી. જો કે, ડ્રાેન કેમેરાના સરવે પૂર્વે બોરતળાવમાં અનેક સંસ્થા અને વ્યકિતગત દબાણો હોવાનું ખુદ તંત્ર કબુલી ચુક્યું છે ત્યારે તે દબાણો હટાવવાની કાર્યવાહી કરવાના બદલે ડ્રાેન કેમેરાના સરવેનું ગતકડું કરવામા આવ્યું છે. હકીકતમાં ભાજપના શાસકો અને તંત્રવાહકો ખુદ આ દબાણો પોષી રહ્યાં હોય તેમ કોઇ કાર્યવાહી થતી જ નથી. તે પણ એટલું જ સત્ય છે.

Comments

comments