બોર્ડના ગણિતના પેપરની રૂપરેખા સંદર્ભે ગાંધીનગરમાં મહત્વની બેઠક: અંગ્રેજી વિષયના તજજ્ઞને આમંત્રણ

May 22, 2019 at 11:27 am


ધો.૧૦માં ગણિત વિષયમાં બે લેવલના પ્રશ્નપત્રો લેવા સંદર્ભે ચર્ચા–વિચારણા કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત નિયામક બી.એન. રાજગોરે ગાંધીનગર ખાતે મિટિંગનું આયોજન કર્યું છે. અત્યતં મહત્વની ગણાતી એવી આ મિટિંગમાં ગણિત વિષય સંદર્ભે ચર્ચા છે અને તેમાં અંગ્રેજી વિષયના તજજ્ઞને બોલાવવામાં આવતાં શિક્ષણ જગતમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
બોર્ડ દ્રારા ધો.૧૦માં હાલ મેથેમેટિકસ સ્ટાન્ડર્ડ અને મેથેટિકસ બેઝિક એમ અલગ–અલગ બે લેવલના પ્રશ્નપત્રો લેવામાં આવે છે. આ સંદર્ભે ચર્ચા માટે બોર્ડના સંયુકત નિયામકે અલગ–અલગ સાત નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે અને તેમાં મહેસાણા ખાતે વર્ધમાન વિધાલયના આચાર્ય દીપકભાઈ દેસાઈ અંગ્રેજી વિષયના તજજ્ઞ છે. તેમને શા માટે ગણિત વિષયની મિટિંગમાં બોલાવવામાં આવ્યા છે તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
આ બેઠકમાં અમદાવાદના કિરીટભાઈ જોશી, નિરવભાઈ ઠકકર, હિતેષભાઈ પંડયા, સુરતના વિજયભાઈ પંડયા, ભરૂચના ભગુભાઈ પ્રજાપતિ અને ભાવનગરના પરેશભાઈ ત્રિવેદીને પણ હાજર રહેવા જણાવાયું છે. તા.૨૪ના બપોરે ૩ વાગ્યે આ બેઠક મળનારી છે

Comments

comments