બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ: ધો.10માં ગુજરાતી, ધો.12 સાયન્સમાં બાયોલોજી

July 6, 2018 at 11:22 am


આજથી ધો.10 અને 12ની પુરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આ પરીક્ષા 4 દિવસ ચાલશે. ધો.10 અને ધો.12માં બે વિષયમાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓનું આખું વર્ષ ના બગડે તે માટે બોર્ડ દ્વારા બે વિષયની પુરક પરીક્ષા લેવાય છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી ધો.10 અને 12ની પુરક પરીક્ષા આપી વિદ્યાર્થીઓ પોતાનું વરસ સુધારવા મહેનત કરશે. રાજકોટમાં સેન્ટ મેરી, નિર્મળા, લાલબહાદુર શાસ્ત્રી અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં પુરક પરીક્ષા લેવાઈ રહી છે. ધો.10 અને ધો.12નાં આજે પેપર છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી અને મેથ્સનું પેપર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાસ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાર, સંસ્કૃત માધ્યમની પરીક્ષામાં એક બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષા લેવાઈ રહી છે. ડીઈઓ કચેરી દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે સવારે 10.30 વાગ્યાથી ગુજરાતી અને 3 વાગ્યાથી જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે.
રાજકોટ જિલ્લામાં ધો.10માં 6565, વિજ્ઞાન પ્રવાહમાં 748 અને આર્ટસમાં 2613 જયારે ઓલ્ડમાં 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ સેન્ટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

Comments

comments

VOTING POLL