બોલીવુડના આ એક્ટરને વિંગ કમાન્ડર અભિનંદનનું પાત્ર ભજવવાની ઈચ્છા….

October 8, 2019 at 10:26 am


જોન અબ્રાહમે એક પછી એક સારી અને હીટ ફિલ્મોથી બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. સામાન્યરીતે તેની ફિલ્મો રોમાંચક અને જુનુન જગાડે તેવી હોય છે. તેની એક્ટિંગ તો પહેલી જ લાજવાબ છે. અલગઅલગ ફિલ્મો થકી આજ સુધી તેણે વિવિધ પાત્રો ભજવ્યા છે. ત્યારે હાલમાં જ તેણે મીડિયા સાથેની વાતચીતમાં તેની એક ઈચ્છા વ્યક્ત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ”મને હવે સારી કન્ટેન્ટ પર જ કામ કરવાની ઇચ્છા છે. મને અલગ જ વિષયક ફિલ્મોમાં કામ કરવું પસંદ છે. હાલ બોલીવૂડમાં સાઉથની રીમેક ‘કબીર સિંહ’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં કોઇ સાઉથની સુપરહિટ મૂવની રીમેક બનાવામાં આવે છે,” તેમ જોને જણાવ્યું હતું. જોનની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ છે, જે એક કોમેડી ફિલ્મ છે. આ ઉપરાંત તેની ‘સત્યેમવ જયતે ટુ’ પણ બને તેવી શક્યતા છે. જોનને વીર કમાન્ડર અભિનંદનનું પાત્ર ભજવવાની ઇચ્છા છે.”

Comments

comments