બોલીવુડના આ ફેમસ કપલનું થઇ ગયું બ્રેકઅપ, છેલ્લા ૩ વર્ષથી હતા સાથે !

June 25, 2019 at 10:07 am


Spread the love

એક્ટ્રેસ દિશા પટની અને એક્ટર ટાઈગર શ્રોફની વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર આવી રહ્યા છે. જોકે આજ સુધી બન્નેએ પોતાના રિલેશનશીપની કબૂલાત પણ કરી નથી. મીડિયા સૂત્રો દ્વારા તો ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે બન્ને છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે. જોકે બન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના રિલેશનશીપની કબૂલાત કરી નથી. બન્નેને સાથે ઘણીવાર લંચ અને ડિનર ડેટ્સ પર સ્પોટ કરવામાં આવ્યા છે.

એક ખાનગી મીડિયા સાથે વાત કરતા આ બન્નેના એક કોમન ફ્રેન્ડે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક સપ્તાહથી ટાઇગર અને દિશા વચ્ચે ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. તેથી હવે આ બન્ને સ્ટાર્સે પોત પોતાના રસ્તે અને આ સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટાઇગર અને દિશાની સાથે-સાથ તેમના મિત્રોને પણ આ રિલેશન સમાપ્ત થતા દેખાઈ રહ્યા છે.’ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે દિશા પટનીની આદિત્ય ઠાકરે સાથે નજીક આવવાથી આ બ્રેકઅપ થઈ રહ્યું છે. પરંતુ એવું નથી બન્ને વચ્ચે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી છે.