બોલીવુડની આ એક્ટ્રેસ કરશે હોલીવૂડમાં પધરામણી

April 18, 2019 at 2:31 pm


આ બોલીવુડ અભિનેત્રીનું થઈ રહ્યું છે હોલીવુડમાં આગમન The Worst Dayમાં જોવા મળશે પ્રિયંકા અને દીપિકા પછી હવે નીતુ ચંદ્રા.

 

નીતુ ચંદ્રા હોલીવુડની શોર્ટ ફિલ્મ ‘ધ વસ્ર્ટ ડે’થી બોલીવુડમાં પગ મુકશે. ‘The Worst Day’ એક કોમેડી પ્રકારની ફિલ્મ છે. જેનું લેખન અને દિગ્દર્શન બુલ્ગારિયાના ફિલ્મકાર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે. વધુમાં પોતાના પાત્ર વિષે નીતુ ચંદ્રાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરીને મને ઘણું શીખવા મળ્યું છે. તેમજ આ મારી પ્રથમ એવી ફિલ્મ હશે જેમાં મને નેગેટીવ રોલ મળેલો છે. તેમજ આ ફિલ્મને લઈને હું ખુબ જ ઉત્સાહમાં છું.

 

વધુમાં તેમને જણાવતા કહ્યું હતું કે, આ મારી પ્રથમ નેગેટીવ ભૂમિકામાં હું રસપ્રદ અને સાથે જંગલી પણ છું. તેથી પણ આ ફિલ્મ મારા માટે ખાસ છે. તેમજ તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા નીતુ ચંદ્રા એક અભીનેત્રીની સાથે એક નિર્માતા તો સાથે જ માર્શલ આટર્સની સમર્થક પામ છે. તેમજ પ્રો કબ્બડી લીગની સીઝન દરમિયાન પટના પાઇરેટ્સે નીતૂ ચંદ્રાને ટીમની કોમ્યુનિટી એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી.

Comments

comments