બોલીવુડમાં જામ્યો લગ્નનો રંગ, દીપિકા બાદ હવે તેનો એક્સ બોયફ્રેન્ડ કરશે લગ્ન

January 17, 2019 at 8:13 pm


બોલીવુડમાં લગ્નનો માહોલ ફૂલોફાલો હોય તેમ 2018થી લઈ 2019ના વર્ષમાં લગ્નની મોસમ પુરબહારમાં જામી છે, એટલે કે 2018ની જેમ આ વર્ષે પણ અનેક લોકો લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલું નામ દીપિકાના એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યાનું સામે આવી રહ્યું છે.

નિહાર હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. નિહાર જે સેલિબ્રિટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે તેનું નામ જાણીને આપને નવાઈ લાગશે. નિહાર બોલીવુડની ફેમસ સિંગર નીતિ મોહન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. બંને ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે. નિહાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીતિની બંને બહેનો શક્તિ મોહન અને મુક્તિ મોહન સાથેની તસવીરો શેર કરતો રહે છે.

નિહાર અને નીતિને જ્યારે પણ તેમના રીલેશનને લઇને પુછવામાં આવે છે તો બંને આ પ્રશ્નથી બચતા જોવા મળ્યા છે. બંને સાથે તસવીર ક્લિક કરાવતા પણ બચે છે. હવે બંનેનાં લગ્નનાં સમાચારો સાંભળીને ફેન્સ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આમ જોઈએ તો, 13 વર્ષ પહેલા નિહાર અને દીપિકા પાદુકોણનાં અફેરનાં સમાચારો હતો, જ્યારે બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. આ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા હતા. દીપિકાને તો પોતાના કેરિયરમાં ઘણી સફળતા મળી, પરંતુ નિહારને ખાસ સફળતા મળી નહીં.ત્યારે હવે બોલીવુડમાં નિહારના ડેબ્યુ સાથે તેના લગ્નના સમાચારો પણ સામે આવ્યા છે.

Comments

comments

VOTING POLL