બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આગામી ફિલ્મમાં કરશે ભારત નાટયમ…

October 9, 2019 at 10:23 am


બોલીવુડની ફેમસ અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાંની એક એટલે કંગના રનૌત… કંગના પોતાની આગામી ફિલ્મમાં પાત્રને ન્યાય આપવા માટે ભારત નાટયમની હાલ તાલીમ રહી છે. આ ફિલ્મમાં તે ભારત નાટયમ કરતી નજરે પડશે. તેમજ ટૂંક સમયમાં જ તે થલાઇવીમાં જયલલિતાના પાત્ર ભજવતી જોવા મળશે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતનાટયમ કરી રહી હોવાની તસવીરો શેર કરી છે. તેની આગામી ફિલમના પાત્રને ન્યયા આપવા માટે તે આ નૃત્યની તાલીમ લઇ રહી છે. ફિલ્મ થલાઇવી પોલિટિશયન અને તમિલનાડુની ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત સમીરા રેડ્ડી પણ સાથે જોવા મળશે. એક મીડિયા અહેવાલ પ્રમાણે કંગના નિયમિત બે કલાક આ નૃત્યની તાલીમ માટે સમય ફાળવે છે. આ ફિલ્મ માટે કંગના ભારતનાટયમની સાથેસાથે તમિલ ભાષા પણ શીખી રહી છે.

Comments

comments