બોલીવુડ સ્ટાર્સ પણ રંગાયા ફેસએપને રંગ, ચિત્ર-વિચિત્ર ફોટોઝ કર્યા અપડેટ !

July 19, 2019 at 11:19 am


માણસોની હમેંશા એવી ઈચ્છા હોઈ કે તે કાયમ યુવાન જ દેખાઈ. કોઈ વ્યક્તિને જો તમે એમ કહી દો કે તમે ઉંમર કરતા નાના લાગો છો એટલે એ વ્યક્તિના મનમાં લડ્ડુ ફૂટવા લાગે. પછી એ સ્ત્રી હોઈ કે પુરુષ.. આ કોમ્પ્લીમેન્ટથી ભલભલા પીગળી જાય. પરંતુ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં બુઢા લાગવાનો ક્રેઝ આવ્યો છે જે ખુબ જ ચર્ચામાં છે. સામાન્ય માણસથી લઇ બોલીવુડના સિતારાઓએ પણ વૃદ્ધ લાગે તેવા ફોટોઝ અપલોડ કર્યા હતા. આ બુઢા લાગવાનો ક્રેઝ ફેસએપની અમાનત છે. ઈનસ્ટાગ્રામ અને ફેસબુકમાં જાણે વૃદ્ધ જોવા અને બતાવવાની સ્પર્ધા ચાલતી હોઈ તેવું લાગી રહ્યું છે અને આ સ્પર્ધામાં બોલીવુડના સેલીબ્રીટી પણ બાકાત રહ્યા નથી.

હાલ સોશ્યલ મિડિયા પર આ એપ્લિકેશન્સ જબરજસ્ત ટ્રેન્ડ કરી રહી છે. આ દ્વારા, કોઈ વ્યક્તિ તેની વર્તમાન ચિત્રની ઝાંખી જોઈ શકે છે અને તે ૫૦-૬૦ વર્ષ પછી કેવી રીતે દેખાશે તેની એક ઝલક જોવા મળે છે. જો કે એડિટ કર્યા પછી જે ફોટોઝ બહાર આવી રહ્યા છે તે ખૂબ રસપ્રદ છે, જેથી આ એપ્લિકેશનનો ટ્રેન્ડ દરરોજ વધી રહ્યો છે. વરૂણ ધવનથી અર્જુન કપૂર સુધી, તેણે તેમના વૃદ્ધાવસ્થાના ચિત્રો તેમના સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. અને આવી જ રીતે આ વૃધ્ધાવસ્થાનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે, તો સાથે ફેસએપ એપ્લીકેશનમાં પ્રાઇવસી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જે પણ ખુબ ચર્ચિત

Comments

comments

VOTING POLL