બ્યુટિક્વીન એશ્વર્યા રાય ફન્ને ખાનમાં ગ્લેમર રોલમાં હશે

July 12, 2018 at 7:14 pm


ફિલ્મ ફન્ને ખાનની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાા છે. આ ફિલ્મમાં બાેલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાય બચ્ચન ગ્લેરમર રોલમાં નજરે પડનાર છે. ફિલ્મના ગીતને રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યાા છે. ફિલ્મના ગીતને ચાહકો પસંદ કરી રહ્યાા છે. અલ્ટ્રા ગ્લેમર રોલમાં એશને જોઇને ચાહકો રોમાંચિત છે. ફિલ્મનુ નવુ ગીત રોમાંચક છે. લાંબા સમય બાદ એશના આવા અંદાજમાં ફિલ્મમાં જોઇ શકાય છે. ફિલ્મમાં એશની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવ પણ કામ કરે છે. ફિલ્મના ગીતે ચર્ચા જગાવી છે. સુનિધી ચૌહાણ દ્વારા ગાવવામાં આવેલા ગીત જવાં હે મોહબ્બતની હવે ધુમ છે. ફિલ્મના અન્ય ગીતાે હાલમાં રજૂ કરવામાં આવ્યા નથી. ચાહકોની ઉત્સુકતા હવે વધી ગઇ છે. ફિલ્મની રજૂઆતને કેટલીક વખત પહેલા રોકી દેવામાં આવી હતી. ફિલ્મમાં એશ પાેપ સ્ટારની ભૂમિકા અદા કરી રહી છે. જેમાં અનિલ કપુરની સાથે તે દેખાશે. લાંબા સમય બાદ બંનેની જોડી સાથે કામ કરી રહી છે. અતુલ માંજરેકર દ્વારા નિદેૅશિત ફિલ્મ ફન્ને ખાન ત્રીજી આેગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. એશ લગ્ન કર્યા બાદ ખુબ આેછી ફિલ્મ કરી રહી છે. તેની છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી.
ફિલ્મ હિટ સાબિત થઇ હતી. જો કે ત્યારબાદ તે દેખાઇ નથી. તેની પાસે ફિલ્મો કેટલીક છે પરંતુ મોટા સ્ટાર સાથે તે હાલમાં આવી રહી નથી. જેથી વધારે ચર્ચા જોવા મળી રહી નથી. અનિલ કપુરની હાલમાં રેસ-3 ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે સુપરહિટ સાબિત થઇ હતી. હવે તે ફન્ને ખાનની રાહ જોઇ રહ્યાાે છે. ફિલ્મના કલાકારોના કહેવા મુજબ ફિલ્મ તમામને ગમશે.

Comments

comments

VOTING POLL