બ્રાહ્મણીયાપરા, રણછોડવાડી અને ગોવિંદબાગમાં ડિમોલિશન: 16 દબાણો દૂર

May 29, 2018 at 4:17 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી આજે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટઝોન હેઠળ ઉપલાકાંઠા વિસ્તારમાં બ્રાહ્મણીયાપરા, રણછોડવાડી અને ગોવિંદબાગ સહિતના સંતકબીર રોડ અને પેડક રોડ વચ્ચેના વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરી માર્જિન પાર્કિંગમાંથી દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 16 દબાણો દૂર કરાયા હોવાનું જાહેર કરાયું છે.
વધુમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ઈસ્ટઝોનમાં વોર્ડ નં.5 અને 6 હેઠળના બ્રાહ્મણીયાપરા મેઈન રોડ, કબીરવન મેઈન રોડથી કુવાડવા રોડ સુધીના વિસ્તારમાં વન વિક વન રોડ અંતર્ગત માર્જિન પાર્કિંગમાંથી દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત કુલ 16 સ્થળોએથી છાપરા-ઓટલા-રેલિંગ-હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં (1) પાર્થ ઈમિટેશન (છાપરાનું દબાણ) (2) જલગંગા ચોક સંતકબીર રોડ (પાર્કિંગમાં દબાણ) (3) સરદાર સેના ગ્રુપ કબીરવન મેઈન રોડ (છાપરાનું દબાણ) (4) કે.ડી.કોમ્પલેક્સ સંતકબીર રોડ (પાર્કિંગમાં દબાણ) (5) વિષ્ણુ ખમણ હાઉસ ગોવિંદબાગ મેઈન રોડ (ફૂટપાથ પર રેલિંગનું દબાણ) (6) શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર ગોવિંદબાગ મેઈન રોડ (7) કપડાઝ ગોવિંદબાગ મેઈન રોડ (ફૂટપાથ પર રેલિંગનું દબાણ) (8) રામે મંદિર કોલ્ડ્રીંક્સ ગોવિંદબાગ મેઈન રોડ (ઓટા તથા છાપરાનું દબાણ) (9) સિધ્ધેશ્ર્વર પેલેસ શ્રીરામ બ્યુટી ઝીલ ગોવિંદ બાગ મેઈન રોડ (પાર્કિંગમાં હોર્ડિંગનું દબાણ) (10) ખોડલદીપ મોબાઈલ ઝોન રણછોડવાડી-1ની સામે (ઓટાનું દબાણ) (11) રાજકોટ પ્રોપર્ટી પોઈન્ટ રણછોડવાડી-1ની સામે (પાર્કિંગમાં હોર્ડિંગનું દબાણ) (12) સ્ટાર ચાઈલ્ડ પ્રિ-સ્કૂલ રણછોડવાડી-1 પાસે (ફૂટપાથ પરથી બોર્ડનું દબાણ) (13) માતિ મોબાઈલ રણછોડવાડી-1 પાસે (ફૂટપાથ પરથી બોર્ડનું દબાણ) (14) જય ખોડિયાર ફરસાણ (ફૂટપાથ પરથી ઓટાનું દબાણ) (15) કાંતિભાઈ પટેલ આર.કે.કોમ્પલેક્સ રંગાણી હોસ્પિટલ પાસે (ફૂટપાથ પરથી ઓટાનું દબાણ) અને (16) મહાવીર પાઉંભાજી બાલક હનુમાન ચોક (ઓટાનું દબાણ) સહિતના દબાણો દૂર કરાયો હતો. કામગીરીમાં એટીપી ગૌતમ જોષી સહિતનો સ્ટાફ તેમજ દબાણહટાવ શાખા અધિકારી જાડેજા વિગેરે જોડાયા હતા.

Comments

comments

VOTING POLL