બ્રિટનમાં ‘સ્નો બોમ્બ’થી જનજીવન ઠપ્પ, સમગ્ર યુકેમાં ‘યલો વેધર વોર્નિંગ’

January 31, 2019 at 11:16 am


હાલ દુનિયામાં અનેક ભાગમાં હાલ હિમપ્રલય જેવી સ્થિત છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટનમાં હિમવષાર્એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને બ્રિટનમાં સ્નો બોમ્બની ઘટના સજાર્ઇ છે. ભારે હિમવષાર્ને કારણે સમગ્ર યુકેમાં યવો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આખું બ્રિટન બરફની સફેદ ચાદરમાં ઢંકાઇ ગયું છે. યુકેમાં હજુ પણ ભારેથી અતિભારે હિમવષાર્ થવાની આગાહી છે.

ફ્રાન્સમાં શિયાળુ વાવાઝોડાંની અસર અને નોર્થ પોલથી આવી રહેલા આર્કટિક પવનના કારણે યુકેમાં સબ-ઝીરો સ્થિતિ છે. આજે બુધવારે અને આવતીકાલે ગુરુવારે શિયાળાની ઠંડી પાછલા તમામ રેકોર્ડ તોડી નાખે તેવી આશંકા છે. હાલ અહી -10.8 ડિગ્રી સે. તાપમાન છે.

Comments

comments

VOTING POLL