ભકિતનગર સર્કલ પાસેથી વોન્ટેડ શખસ ઝડપાય

February 1, 2018 at 5:00 pm


શહેરમાં લુખ્ખાગીરી પર અંકુશ લગાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કરેલા અભિયાન દરમિયાન ભકિતનગર સર્કલ પાસેથી પેટ્રોલીંગ દરમિયાન ક્રાઈમ બ્રાંચે નામચીન વોન્ટેડ શખસને ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે. એક માસ પુર્વે કોઠારીયા રોડ પર કપડાના વેપારી પાસેથી કેમેરો ભાડે મેળવવાના બહાને છેતરપીંડી તેમજ તાજેતરમાં જ ધોરાજીમાં પત્રકારનું બાઈક સળગાવવાના ગુનામાં નાસતો ફરતો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા અને કપડાના વેપારી રવિભાઈ આહીરે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે હુડકો કવાર્ટરમાં રહેતો અંકુર કિરીટ સંચાણીયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા હરી ધવા રોડ પર આવેલ તેની કપડાની દુકાને વિડીયો કેમેરા ભાડે આપતા હોય અંકુર કેમેરો ભાડે લઈ જઈ નાસી જઈ છેતરપીંડી કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો.
દરમિયાન ધોરાજીમાં પત્રકારનું બાઈક સળગાવવાના ગુનામાં પણ ફરાર હોય ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.કે.જાડેજા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઈ, વિરમદેવ, શૈલેષભાઈ સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી વધુ કેટલા ગુના કર્યા છે ? તેની પુછપરછ માટે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે

Comments

comments

VOTING POLL