ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તૈયારીઆેનો પ્રારંભઃ બેઠકોનો ધમધમાટ

June 10, 2019 at 5:22 pm


રાજકોટ જગન્નાથ ભગવાનની 12મી રથયાત્રા અંતર્ગત આજરોજ મહંત મનમોહનદાસબાપુના અધ્યક્ષ સ્થાને ખોડિયાર મંદિર, જગન્નાથ આશ્રમ નાનામોવા ખાતે જગન્નાથ રથયાત્રા સમિતિ કાર્યાલયના પ્રારંભ સાથે ભકતો સેવકોની બેઠક બોલાવવામાં આવી અને તે હેતુ વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. બીજી બેઠક આગામી તા.15ને શનિવારના રાત્રે 8-30 કલાકે શહેરના વિવિધ મંડળો, સામાજિક/ધામિર્ક સંસ્થાઆેની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તા.30ને રવિવારે સાંજે 5 કલાકે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તા.4-7ને ગુરૂવારે વહેલી સવારે પરંપરા મુજબ વિધિ તેમજ આરતી કરી રથયાત્રા પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફરી બપોરે સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે આ વખતના મોસાળાના યજમાન નવીનચંદ્ર શામજીભાઇ ગોરડીયા (ડેડાણવાળા) પરિવાર દ્વારા મામેરા ભરવાની વિધિ તેમજ મહાપ્રસાદ બાદ સાંજે નિજ મંદિરે પરત આવશે.

Comments

comments

VOTING POLL