ભચાઉની હોટલમાંથી ર.40 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયા

November 17, 2018 at 10:15 pm


ભચાઉની હોટલમાંથી ર.40 લાખની ચોરી કરી નાશી જનાર આરોપીને ગાંધીધામથી પકડી પાડવામાં આવ્યો હતો.

આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉમાં આવેલી શિવ હોટલમાંથી ર.40 લાખની ચોરી થઇ હતી જે અંગેની ફરિયાદ નાેંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતાં અને હોટલનો કર્મચારી ચોટન રાજવંશી (ઉ.વ. રર) વાળો ચોરી કરી ગયો હોવાનું બહાર આવતાં આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગાંધીધામ રેલવે સ્ટેશન સામેના બ્રિજ પરથી એક વ્યિક્ત આવતો હતો ત્યારે પોલીસે તેને પૂછ પરછ કરતાં તેણે પોતાનું નામ ચોટન રાજવંશી જણાવ્યું હતું તેના કબ્જામાં રહેલ બેગની તપાસ કરતાં તેમાથી રોકડ રૂા. 1,ર4800 રોકડ, મોબાઇલ ફોન નંગ 1 કિ. 13000 તથા બેંકમાં જમા કરાવેલ રૂા. 1,01000ની રસીદ મળી આવેલ હતી. તેની અંગ ઝડતીમાં રોકડ રૂા. 17પ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ નકલો મળી આવી હતી આમ કુલ ર.40 લાખના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments