ભચાઉ નજીકથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

July 17, 2019 at 8:50 am


ગાંધીધામ-ભચાઉ હાઈવે ઉપરથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉ નજીક આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે અજાણ્યા આશરે સાઈઠેક વર્ષના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને શિવરન જાટ ભચાઉની સીએચસી હોÂસ્પટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃતક જાહેર કર્યો હતો. ભચાઉ સીએચસીના ડોકટર સી.જે. મહેતા દ્વારા કરાયેલી જાહેરાતના આધારે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL