ભચાઉ, રાપરમાં ડમી સિવાય કુલ ૧૭ ફોર્મ રદ

February 6, 2018 at 2:46 pm


ભચાઉ અને રાપર નગરપાલિકાની ચુંટણીમાં ચકાસણી દરમિયાન રાપરમાં 16 અને ભચાઉમાં 1 મળી કુલ 17 ફોર્મ રદ થયા છે. રાપરમાં પ8 અને ભચાઉમાં પપ ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનાે છેલ્લાે દિવસ છે.
રાપર નગરપાલિકાના વોર્ડની અઠાવીસ બેઠકો માટે ભાજપ કાેંગ્રેસ અને બીએસપી, બીએમપી મળીને 74 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. ત્યારે આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાપર નગરપાલિકાના રીટનીંગ આેફિસર અને અંજારના પ્રાંત અધિકારી વિજય રબારીએ જુદા જુદા વોર્ડના 16 ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય રાખ્યા હતા અને હવે પ8 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આવતી કાલે ફોર્મ પરત ખેંચવાનાે છેલ્લાે દિવસ છે ત્યારબાદ ક્યા વોર્ડમાં ક્યા ક્યા ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
ભચાઉ નગરપાલિકામાં આજે ફોર્મ ચકાસણી સમયે ભચાઉ નગરપાલિકાના રીટનીંગ આેફિસર અને પ્રાંત અધિકારી નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભચાઉ નગરપાલિકાના સાત વોર્ડ માટે કુલ 84 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં આજે ચકાસણી બાદ ડમી ર7 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા તાે વોર્ડ નં. છ ના કાેંગ્રેસના ઉમેદવાર કુંભાર મુસા બુઢાનું ફોર્મ ર006 બાદ ત્રીજા બાળકના મુદ્દે રદ કરી દેવામાં આવ્યું હતંું હવે નગરપાલિકામાં સાત વોર્ડની અઠાવીસ બેઠકો માટે પ6 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આવતીકાલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારબાદ કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જોકે ભચાઉમાં ડમી બાદ કરીએ તાે એક જ ફોર્મ રદ થયું છે.
અહેવાલ મુજબ જે 16 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તે પૈકી જેમાં બહુજન સમાજ પાટીૅના 7 અને બહુજન મુક્તિ પાટીૅના 7 ઉમેદવારો તેમજ એક અન્ય છે. આવતીકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનાે છેલ્લાે દિવસ છે.
ત્યારબાદ બન્ને નગરોની આખરી સ્થિતિ સ્પષ્ટ થશે.
પ્રાપ્ત અહેવાલ મુજબ ભચાઉમાં કેટલીક બેઠકો બિનહરીફ થાય તે માટે ભાજપના કેટલાક આગેવાનાેએ છેલ્લી ઘડીના પ્રયાસાે શરૂ કરાયા છે.
ભચાઉમાં વિપક્ષના નેતા મહેશ શાહ અને શહેર કાેંગ્રેસ પ્રમુખ ચુંટણી જંગના મેદાનમાં ઉતર્યા નથી.

Comments

comments

VOTING POLL