ભચાઉ સબ જેલમાંથી અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ફરાર

September 12, 2018 at 9:51 pm


પૂર્વ કચ્છ પાેલીસમાં દોડધામ ઃ નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા કવાયત
ગાંધીધામ ઃ અનેક ચોરીમાં સંડોવાયેલા આરોપી ભચાઉ સબ જેલની દિવાલ ગ્રીલમાંથી સરકી ફરાર થઈ જતાં પાેલીસમાં દોડધામ મચી ગઈ હતી. અને નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગતાે મુજબ મુળ વાગડના બાદરગઢના રહેવાસી ભરત રામજી કોલીને થોડા સમય પહેલાં પૂર્વ કચ્છ એલસીબી દ્વારા જુદા જુદા ચોરીના ગુનામાં ઝડપી પાડયો હતાે. આજે તેને આડેસર પાેલીસ દ્વારા ચોરીના ગુનાની તપાસ માટે આડેસર લઈ ગયા બાદ ભચાઉ સબ જેલમાં પરત મોકલવામાં આવ્યો હતાે. તે દરમિયાન સાંજના અરસામાં આરોપીએ મોકાનાે લાભ લઈ જેલની દિવાલ સાથે લાકડું મુકી કુદી દિવાલ પર ચડી ગયો હતાે અને તેની ઉપર બનાવેલ ગ્રીલની જગ્યામાંથી સરકી નાસી ગયો હતાે. આ બનાવની જાણ થતાં જ જેલ પ્રશાસન અને પાેલીસમાં દોડધામ મચી ગઈ હતી. જેલ સત્તાધિશો દ્વારા પાેલીસને જાણ કરવામાં આવતા કચ્છ – પાટણ સહિતના વિસ્તારોમાં પાેલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
આ અંગેની વધુ મળતી વિગતાે મુજબ આરોપી ભરત કોલી સામખીયારી અને આડેસરમાં નાેંધાયેલા જુદા જુદા ચોરીના કેસાેમાં સંડોવાયેલો છે અને એ ગુનામાં જ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતાે. અને આડેસર પાેલીસ દ્વારા પાેલીસ મથકે નાેંધાયેલા ચોરીના ગુનાની તપાસ માટે તેને લઈ જવામાં આવ્યો હતાે. આજે ગુરૂવારે બપાેરના અરસામાં આડેસર પાેલીસ દ્વારા તપાસ પૂર્ણ થતાં તેને ફરીથી ભચાઉ સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતાે. દરમિયાન સાંજના સમયે મોકાનાે લાભ લઈ આરોપી નાસી છુટવામાં સફળ રહ્યાાે હતાે.

Comments

comments

VOTING POLL