ભણસાલીજીની મ્યુઝિક-સેન્સ રાજ કપૂર જેટલી જ અદભુત છેઃ લતા મંગેશકર

March 24, 2018 at 5:23 pm


રામ લીલા, બાજીરાવ મસ્તાની કે પછી પÚાવતના મ્યુઝિકને તો પસંદ કરવામાં આવ્યું જ પરંતુ તેમની ખામોશી અને સાવરિયાં સહિત તમામ ફિલ્મોના મ્યુઝિકને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ વિશે વધુ જણાવતાં લતા મંગેશકરે કહ્યું હતું કે મને હંમેશાં તેમની ફિલ્મોનું સંગીત ખૂબ જ પસંદ પડે છે. પહેલાં ઇસ્માઇલ દરબારજી તેમની ફિલ્મોનું સંગીત આપતા હતા. હવે તેઆે પોતે જ પોતાની ફિલ્મોનું સંગીત આપે છે જે મને ખૂબ જ પસંદ છે. ભણસાલીજી પાસે ક્વોલિટી છે. તેમની પાસે મ્યુઝિક અને સંગીતનું ખૂબ જ Kડી જાણકારી છે. તેમને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને કલ્ચરની ખૂબ જ સમજ છે. મારું માનવું છે કે ભણસાલીજીની મ્યુઝિક-સેન્સ રાજ કપૂરસાબ જેટલી જ અંºત છે. રાજસાબ એક સંપૂર્ણ મ્યુઝિશ્યન હતા. તેઆે તબલાં, હાર્મોનિયમ અને પિયાનો પણ વગાડતા હતા. તેઆે પોતાના સોન્ગને કમ્પોઝ કરતા અને પોતાના અવાજમાં ગાઈને ચેક કરતા અને ત્યાર બાદ પ્રાેફેશનલ સિંગરને એ ગાવા માટે આપતા. જોકે તેમણે ક્યારેય તેમની ફિલ્મોમાં મ્યુઝિકની ક્રેડિટ નથી લીધી. રાજ કપૂરસાબની જેમ ભણસાલીજી પણ સારું ગીત ગાઈ શકતા હશે એવું મારું માનવું છે.

મારું માનવું છે કે કોઈ પણ ફિલ્મમેકર તેમના ગીત દ્વારા દર્શકોને શું ફીલ કરાવવા માગે છે એ માટે તેઆે પોતે ગીત ગાઈને જ સમજાવી શકે છે.

Comments

comments