ભરઉનાળામાં સ્વાઇન ફલુના કારણે હર્ષદપુરના પ્રૌઢનું મોત

April 18, 2019 at 11:53 am


જામનગર જિલ્લા પર સ્વાઇન ફલુનો ડોળો હજુ પણ અટકી રહ્યો છે ત્યારે રપ દિવસ પહેલા દાખલ થયેલા હર્ષદપૂરના એક પ્રૌઢનું સ્વાઇન ફલુના કારણે મોત થયું છે, ભરઉનાળામાં સ્વાઇન ફલુના કાળમુખા રોગે વધુ એક વ્યક્તિને ભરખી લીધો છે અને અત્યાર સુધીમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુના કારણે આ સીઝનમાં ર6 ના મોત થયા છે, એક દર્દીનું મોત થતાં હવે આઇસોલેશન વોર્ડ માંડ માંડ ખાલી થયો છે.
જી.જી. હોસ્પિટલના સ્વાઇન ફલુના વોર્ડમાં એસ.એસ. ચેટર્જીના નેજા હેઠળ દર્દીઓ સારવાર કરવામાં આવે જામનગર તાલુકાના હર્ષદપુર ગામના રણછોડભાઇ વસોયા નામના પ7 વર્ષના પ્રૌઢનું ગઇકાલે રાત્રે નવ વાગ્યે મોત થયું છે, રણછોડભાઇને તા. રપ માર્ચના રોજ સ્વાઇન ફલુના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવતી હતી, પરંતુ ગઇકાલે તેમની તબિયત લથડ્યા બાદ તેમનું મોત થયું હતું.
જામનગર જિલ્લામાં ત્રણ મહિનાની કામગીરી જોઇએ તો ટાયફોઇડના 47, કમળાના 13, મેલેરીયાના 8 અને ડેન્ગ્યુના 6 કેસ જોવા મળ્યા હતા, તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તી પારીકે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું, જિલ્લા પંચાયત દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા માટે આરોગ્ય કર્મચારી દ્વારા અને આશા વર્કરની ટીમ દ્વારા ફોબીંગની કામગીરી કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL