ભરતનગર મેલડીમાતાના મંદિર પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

August 29, 2018 at 1:07 pm


ભરતનગર મેલડીમાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ભાવનગર એસ.આે.જી. પોલીસે ઝડપી લીધા હતા.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ હાથ ધરેલ ઝુંબેશના ભાગરુપે એસ.આે.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર પરમારના માર્ગદર્શન અને મળેલી બાતમીના આધારે ભરતનગર, નવા બે માળીયા મેલડીમાના મંદિર પાસે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.28 રહે.ભરતનગર, નવા બે માળીયા બ્લોક નંબર 16/એ), પંકજભાઇ કાન્તીભાઇ ચાવડા (ઉ.વ.39 રહે. બોરતળાવ, શિવનારાયણ સો.સા. પ્લોટ નંબર 23) તથા દર્શનભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.21 રહે, કાળાનાળા, વેણીભાઇ પારેખના ડેલા પાસે)ને કુલ રુ. 27,150ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
આ કામગીરીમાં હેડ કોન્સ. અનિરુધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મુકેશભાઇ પરમાર તથા પ્રદિપસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા નીતીનભાઇ ખટાણા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

Comments

comments

VOTING POLL