ભવાનીનગરમાં મહાપાલિકાનું ચેકિંગઃ પાંચ નળ કનેકશન કાપી નાખ્યા

January 19, 2019 at 3:34 pm


મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સૂચના મુજબ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખાની ટીમ દ્વારા વોર્ડ નં.12માં આવેલ સોસાયટીઆેમાં ચેકિંગ કરવામાં આવેલ હતું અને પાંચ ગેરકાયદેસર નળ કનેકશન મળી આવતાં તે કાપી નખાયા છે.
ભવાનીનગર મેઈન રોડ અને અંદરના વિસ્તારમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સંજુબેન હરેશભાઈ, મંજુબેન સોમાભાઈ ચૌહાણ, બુધાભાઈ વેજાભાઈ મોરી, પંકજભાઈ શાહી અને રમાબેન હરજીભાઈ પટાળિયાને ત્યાંથી પાંચ ગેરકાયદેસર નળ કનેકશન મળી આવતાં તે કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL