ભવાનીપરમાં દરગાહની દિવાલને તોડફોડ કરતા મામલો તંગ બન્યાે

March 1, 2018 at 8:44 pm


લોકોએ ટાયરો સળગાવીને વિરોધ પ્રદશિર્ત કર્યો

અબડાસા તાલુકાના ભવાનીપર ગામે દરગાહની દિવાલને તોડફોડ કરીને ધામિર્ક લાગણી દુભાય તેવા શબ્દો લખતા મામલો તંગ બન્યાે હતો. લોકોએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.

અબ્દું સતાર મામદહુશેન હજામ (રહે. ભવાનીપર તા.અબડાસા)ની ફરિયાદને ટાંકીને પોલીસ વિગતો આપતા જણાવેલ કે રાત્રીના પોણા બાદ પહેલા બનાવને અંજામ અપાયો હતો. કોઈ અજાÎયા ઈસમોએ ભવાનીપર ગામે આવેલ લાલશાપીરની દરગાહમાં પ્રવેશ કરી ઈસ્લામ ધર્મની લાગણી દુભાવવાના ઈરાદાથી કબ્રસ્તાનમાં આવેલ દરગાહમાં પ્રવેશ કરી લાલશાપીરની દરગાહની મજાર કોઈ હથિયારથી કાપી તોડી નાખી તેમજ દરગાહને ફરતે બનાવેલ બ્રાઉન્ડી (દિવાલ)ને તોડી પાડી દરગાહની ધજા ઉતાડી તોડીને ફેંકી દઈ તથા દરગાહ આગળ આવેલ રુમમાં આગ ચાંપી રુપિયા ર0 હજારનું નુકશાન પહાેંચાડતા નલિયા પોલીસે અજાÎયા ઈસમો સામે આઈપીસી કલમ ર9પ, ર97, 4ર7 હેઠળ ગુન્હો નાેંધી તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુથરી-મોથાળા પાસે આવેલ દરગાહમાંથી કોઈ શખ્સે ચાદરો તથા પુસ્તકો બાળી નાખેલ તે ગુન્હાનો આરોપી પકડાયો નથી ત્યાં ફરી પાછા ભવાનીપર ગામે દરગાહમાં તોડફોડ કરતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે, તો ધામિર્ક લાગણી દુભાવવા સંદર્ભે મોથાળા-ભવાનીપર વચ્ચે ચક્કાજામ કરી દેતા અને બીજો કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL