ભાઈ ઉપર આવકવેરાના દરોડાથી ભડક્યા માયાવતીઃ ભાજપ ઉપર બેફામ આક્ષેપો

July 19, 2019 at 11:02 am


બહુજન સમાજ પાર્ટી (બસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભાઈ અને પક્ષના ઉપાધ્યક્ષ આનંદકુમાર ઉપર આવકવેરાના દરોડાને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા છે. માયાવતીએ પત્રકાર પરિષદ કરીને કેન્દ્રની મોદી સરકાર ઉપર સરકારી મશીનરીનો દૂરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યું કે આ પ્રકારના પગલાં ઉઠાવતાં પહેલાં ભાજપ પોતાની અંદર જોઈ લ્યે. જો તેઆે એવું વિચારી રહ્યા હોય કે તેઆે બહુ ઈમાનદાર છે તો તેમની પણ તપાસ થવી જોઈએ. રાજકારણમાં આવતાં પહેલાં ભાજપ નેતાઆેના પરિવારની સંપિત્ત કેટલી હતી અને હવે તેમની સંપિત્ત કેટલી છે તેની તપાસ થવી જરૂરી છે.

પોતાના ભાઈ આનંદની બેનામી સંપિત્ત જપ્ત થવા પર માયાવતીએ મોદી સરકાર અને ભાજપ ઉપર નિશાત તાકતાં કહ્યું કે શોષિતો અને વંચિતો આગળ વધે એટલે ભાજપને તકલીફ થાય છે. જો ભાજપના નેતાઆે પોતાને હરિòંદ્ર માનતાં હોય તો ચૂંટણી વખતે તેમની પાસે 2000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તેનો ખુલાસો કરે.

માયાવતીએ મોદી-શાહને સવાલ પૂછયો કે કાર્યાલય બનાવવા માટે અબજો રૂપિયા ભાજપ પાસે ક્યાંથી આવ્યા, શું તે બેનામી સંપિત્ત નથી ં ભાજપે વોટ ખરીદી અને ઈવીએમનો ઉપયોગ કરીને સત્તા હાંસલ કરી છે.

Comments

comments

VOTING POLL