ભાગેડુઆે ઉપર ગાળિયો કસાયો

August 2, 2018 at 12:11 pm


બેંકોને ખંખેરીને, મનીલોન્ડરિ»ગ કરીને દેશમાંથી ભાગીને વિદેશમાં આશ્રય લેનારાઆે વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ગુનેગારોને ફરતેનો ગાળિયો ધીમે ધીમે કાનૂની રાહે વધુ ને વધુ કસવામાં આવી રહ્યાે છે. વહેલા કે મોડા તેમને ભારતમાં મોકલવામાં આવશે એવી આશા વિજય માલ્યાના હાલ લંડનમાં ચાલી રહેલા ખટલા પરથી જન્મી છે. આપણી સીબીઆઈ, ઈડી જેવી વિવિધ એજન્સીઆે વિદેશી કોર્ટોના દરવાજા ખખડાવીને તેમને ભારત લાવવાના તનતોડ પ્રયાસો કરવામાં કોઈ કચાશ રાખતી નથી. એની સાથે રાજકીય ઈચ્છા પણ ભળી છે. એટલે આવા ભાગેડુ બહુ ભાગી શકે એમ નથી.

રૂા. 9000 કરોડના ફ્રાેડ અને મનીલોન્ડરિ»ગના આરોપો હેઠળ હાલ વિજય માલ્યા સામે યુકેની કોર્ટમાં કેસ ચાલી રહ્યાે છે. ભારતે માલ્યાને સાેંપવાની માગણી કરી છે કરી છે અને આવતા મહિને તે અંગે ચુકાદો પણ આવી જશે. યુકે કોર્ટની અદાલતી કાર્યવાહીની આ ઝડપ અને સકારાત્મકતા ભારત તરફથી થયેલા સંનિષ્ઠ પ્રયાસોની ફળશ્રુતિ લાગે છે. ભાગેડુઆેને ભારત પાછા લાવીને તેમની સામે દેશની કોર્ટમાં ખટલા ચલાવીને સજા ફટકારીને પ્રજાનો વિશ્વાસ પુનઃ સ્થાપવાની તેમની અદમ્ય ઈચ્છા હોવાનું સ્પષ્ટ જણાય છે. એટલે જ આર્થિક ગોલમાલ કરીને દેશમાંથી પલાયન થઈને મૂછમાં મલકતા આ ભાગેડુઆેને ભાગવા માટે વધુ માઈલો રહ્યા નથી.

વિજય માલ્યાના કેસમાં બન્યું છે એજ રીતે નીરવ મોદી અને એના મામા મેહુલ ચોકસીના કિસ્સામાં પણ બનશે. બહુ ભાગી નહી શકે. હવે આપણું તંત્ર વધુ સાબદું થયું છે. એજન્સીઆે વધુ સqક્રય બની છે. સરકાર વધુ સજાગ અને રાજકીય ઈરાદાઆે વધુ પ્રબળ થયા છે. છેલ્લા થોડા સમયથી દેશમાં આર્થિક ગોલમાલ, બેંકો સાથેની છેતરપિંડી, મોટેપાયે લાંચ-રુશ્વત જેવા કિસ્સાઆેએ માઝા મૂકી છે. એની સાથે પ્રજાનો રોષ પણ ભભૂકી ઊઠéાે છે. અંતે આ પિબ્લકના નાણાં છે. સરકાર અને એજન્સીઆેએ પ્રજામાં વિશ્વાસ ફરી લાવવા માટે કેસોના ઝડપી નિકાલ માટે પ્રયાસો કરવા જ રહ્યા. પ્રયત્નો ચાલુ રાખો, ન્યાયનું ત્રાજવું સત્ય તરફ નમશે જ.

Comments

comments

VOTING POLL