ભાગેડુ નીરવ મોદી ભારત આવશે કે નહીં: લંડનની કોર્ટમાં આવશે ચુકાદો

June 12, 2019 at 10:45 am


પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.)ના આશરે 13 હજાર કરોડ લૂંટનારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી પર નિર્ણય આજે આવશે. મંગળવારે લંડનની જસ્ટીસ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી. અગાઉ, વેસ્ટમિન્સસ્ટર કોર્ટે તેની જામીન અરજીને સળંગ ત્રણ વાર ફગાવી દીધી હતી. નીરવને 19 માર્ચે 13 હજાર કરોડના કૌભાંડના આરોપસર સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓ સતત નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે દેશની મોટી બેંકોમાંથી એક પંજાબ નેશનલ બેંક સાથે કરોડોનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી જનાર ભાગેડું હીરા વેપારી નીરવ મોદીને એર્થર રોડ જેલના અધિકારીઓએ પ્રત્યાર્પણ બાદ બેરેક નંબર-12માં રાખવાની તૈયારી કરી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી છે.

અધિકારીએ જણાવ્યું કે જેલ વિભાગે ગત સપ્તાહે ગૃહ વિભાગને ઓર્થર રોડ જેલની સ્થિતિ અને પ્રત્યાર્પણ બાદ નીરવ મોદીને જ્યાં રાખવામાં આવશે એવા બેરેક અને ત્યાં જે સુવિધાઓ આપવામાં આવશે તે વિશે રિપોર્ટ સોંપી છે. અધિકારીએ કહ્યું કે કેન્દ્રે પણ તાજેતરમાં રાજ્ય સરકાર પાસે આ વિશે માહિતી માગી હતી. મીડિયા રિપોર્ટ મુજબ 19મી માર્ચે લંડન ખાતે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ નીરવ મોદીની ધરપકડ કરી હતી. હાલ તેની ભારત પ્રત્યાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. બ્રિટેનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગત મહિને નીરવ મોદીની જામીનની અરજીને ફગાવી હતી.
જેલમાં જે સુવિધાઓ નીરવ મોદીને ઉપલબ્ધ કરાવવામાં આવશે તે વિશે રાજ્ય સરકારે પત્ર લખી કેન્દ્રને માહિતી આપી છે. પત્ર મુજબ નીરવ મોદનીને પ્રત્યાર્પણ બાદ ઓર્થર રોડ જેલના બેરેક સંખ્યા 12ના બેમાંથી એક રૂમમાં રાખવામાં આવશે. એક રૂમમાં ત્રણ કેદીઓને રાખવામાં આવશે. આ રૂમમાં ત્રણ પંખા, છ ટ્યૂબલાઇટ અને બે બારીઓ હશે. ઉપરાંત રૂમમાં એક સૂતી સાદડી, ઓશીકું, બેડશીટ અને બ્લેન્કેટ આપવામાં આવશે.

અધિકારીએ કહ્યું કે કસરત અને મનોરંજન માટે યોગ્ય સમયે જેલમાંથી બહાર જવાની મંજૂરી પણ આપવામાં આવશે. જે એક દિવસમાં એક કલાકથી વધુ નહીં હોય. ઉપરાંત શુદ્ધ પાણી, ભોજન અને આરોગ્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. ત્યાં નીરવ મોદીને કોઈ પણ રીતે ત્રાસ આપવા અથવા ખોટી વર્તણૂંક ન થાય તે વિશે પણ ચુસ્તપણે ધ્યાન રાખવામાં આવશે.

Comments

comments

VOTING POLL