ભાગેડુ મેહુલ ચોકસીને ભારત સરકારને સાેંપવાની શકયતા વધી

August 6, 2018 at 11:45 am


મેહુલ ચોકસીને ભારત પરત લાવવાના પ્રયાસોની દિશામાં મોદી સરકાર માટે સારા સમાચાર છે. એન્ટિગા એન્ડ બાર્બોડાના જણાવ્યા અનુસાર બને દેશ કોમનવેલ્થમાં સામેલ હોવાથી એન્ટિગાના કાયદા હેઠળ મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા અવકાશ છે.
એન્ટિગા એન્ડ બાર્બોડા સરકારના મતે ભારત પણ કોમનવેલ્થ રાષ્ટ્રાેનો સભ્ય છે. તેને લીધે દ્વિપક્ષીય સંઘી નહી હોવા છતાં ચોકસીને પરત લાવવાની અવકાશ છે. એન્ટિગા એન્ડ બાર્બોડા સરકારે ભારતના એમ્બેસેડરને આ બાબબની માહિતી આપી હતી. સીબીઆઈને ભાગેડુ બિઝનેસમેન ચોકસીને એન્ટિગાથી પરત લાવવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. સીબીઆઈએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન હેઠળ વિનંતી કરી છે. ભારત અને એન્ટિગા બંને આ સંધિનો ભાગ છે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન સમગ્ર વિશ્વમાં કાયદાકિય રીતે બંધનકતાર્ હોય એવું એકમાત્ર ભ્રષ્ટાચાર વિરોધી ઈન્સ્ટ³મેન્ટ છે.

Comments

comments