ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ સ્પર્ધા તથા પર્યુષણ દરમ્યાન અઠ્ઠાઈથી વધુ ઉપવાસ કરનાર તપસ્વીઆેનું કરાશે સન્માન

September 12, 2018 at 1:27 pm


છોટીકાશીનું બિરુદ ધરાવતા જામનગરમાં શિવજીની આરાધના પછી હવે ગણેશજી મહારાજના મહોત્સવનું અને ઠેર-ઠેર જગ્યાએ યોજાય છે ત્યારે જામનગર 78ના વિધાનસભા વિસ્તારમાં ભારે ધામ-ધુમથી ગણેશ ઉત્સવ ઉજવામાં આવે છે હિન્દુ સંસ્કૃતીને જાળવી રાખવા અને ગણેશ મહોત્સવ ઉજવનારાઆેને પ્રાેત્સાહીત કરવાની પરંપરા જામનગરના 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ના ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા વર્ષોથી કરતું આવ્યું છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ આવા ગણેશ મહોત્સવને પ્રાેત્સાહીત કરવાનું પરંપરા ચાલુ રાખી છે, જામનગર 78માં શ્રેષ્ઠ ગણેશ મંડળ તેમાં ગણેશજીની મૂર્તિ, કલર, સુશોભનની સામગ્રી , મૂર્તિ શેમાંથી બનેલ છે. સાથાે સાથ ઉત્સવ દરમ્યાન કરેલ સમાજ ઉપયોગી કાર્યો, વિશેષ્ા કાર્યક્રમોની ઝાંખી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ મંડળને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામો આપીને પ્રાેત્સાહીત કરવામાં આવશે, સાથાે-સાથ પછીના દશ મંડળને પ્રાેત્સાહીત ઈનામ અને ભાગ લેનાર તમામે-તમામને શીલ્ડ પણ પ્રાેત્સાહન રુપે આપવામાં આવશે. તેમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)એ યાદીમાં જણાવ્યું છે.

આ ગણેશ મહોત્સવ સ્પર્ધા-ર018માં ગણેશ ભક્તો ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લે તે માટે અનુરોધ કરેલ છે. સાથે-સાથે ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જૈન સમાજના પર્યુષણના અઠાઈ તેમજ તેનાથી ઉપરના કોઈપણ તપïચર્યા કરેલ તેવા તપસ્વીઆેનું પણ બહુમાન કરવામાં આવશે. તો આવી તપïચર્યા કરનાર તપસ્વીઆેએ તેમની વિગતો ધારાસભ્યના કાર્યાલય ઉપર માહીતી આપી જવા જૈન સમાજના લોકોને અનુરોધ કરેલ છે.

આ માટે આ સ્પર્ધા બે વિભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ વિભાગમાં 1 થી પ દિવસ માટે જે સાર્વજનીક મંડળોએ બીજા વિભાગમાં પ થી પુરેપુરા દિવસો માટે ગણેશજીની સ્થાપના કરેલ હોય તે આ માટે તમામ ગણેશ મંડળોને વિનંતી કે તેઆે દ્વારા કેટલા દિવસ માટે પોતાના વિસ્તારમાં ગણપતીજીની સ્થાપના કરેલ છે તેની વિગતો આપવી, તેની માહીતી ટ્રસ્ટની આેફીસે તા.રપ/09/ર018 પહેલા આપી જાય તો આયોજકો તરફથી તેમની ટીમ સમયસર આવીને મંડળની મુલાક્ત લઈ શકે અને મહોત્સવ પછી યોજનાર સન્માન સમારંભમાં પધારવાનું આમંત્રણ પણ આપી શકે. વધુ માહીતી માટે ફોન નં. 0ર88-ર771188/99 નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Comments

comments