ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે અમદાવાદમાં: આગેવાનો સાથે બેઠક

August 25, 2018 at 11:50 am


ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. તેમને આગમન સાથે જ તેમનું થલતેજ સ્થિત રોયલ ક્રીસન્ટ નિવાસસ્થાન રાજકીય ચહલ-પહલથી ધમધમી ઉઠશે. જો કે અમિત શાહનો કાર્યક્રમ માત્ર આવતીકાલે રવિવારે પરિવાર સાથે રક્ષાબંધન પર્વ મનાવવાનો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની તાજેતરના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમને જે રાજકીય સ્થિતિનું અવલોકન કર્યું હતું અને તેમને ધ્યાન પર જે વાતો આવી હતી તે અંગે અમિત શાહ ભાજપ્ના સ્થાનિક નેતાઓ સાથે વિશેષ પૂછપરછ કરશે.જેમાં ખાસ કરીને મગફળીકાંડથી ભાજપ્ની પ્રતિષ્ઠા ઉપર થયેલી વિપરીત અસર, ભાનુશાલી પ્રકરણ, ચકચારી બીટકોઈન પ્રકરણમાં અદ્રશ્ય થઇ ગયેલા નલિન કોટડીયાને ઝડપી પાડવામાં થઇ રહેલા રહસ્યમય વિલંબ અને સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય સંકલનના અભાવ વગેરે મુદ્દે ઉચ્ચસ્તરીય ચચર્િ થશે તેમ જાણવા મળે છે.
સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તથા પ્રદેશ મહામંત્રીને દિલ્હી બોલાવી ખુદ વડાપ્રધાન કેટલાક મુદ્દે ખુદ ચચર્િ કરશે અને આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તૈયારી કેવી છે તે અંગે દ્વારા મંગાવેલા અહેવાલ ઉપર પણ પૃચ્છા કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની રજે રજની માહિતી હોવાથી તેઓ ગુજરાત થી હમેશા અપડેટ રહે છે.
અમિત શાહ પણ રાજનીતિમાં વડાપ્રધાન સાથે ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા હોવાથી બંને વચ્ચે ખુબ સારું ટ્યૂનિંગ સેટ થયું છે. પરિણામે ગુજરાતના મુદ્દે આ બંને દિગજ્જ નેતાઓ ખુબ સજાગ છે અને ગુજરાતમાં ભાજપ્ની પકડ અકબંધ રાખવા માંગે છે.અમિત શાહની અમદાવાદની આ સૂચિત મુલાકાત દરમિયાન તેઓ બોર્ડ-નિગમમાં નિમણૂકોના મુદ્દે પણ આગળ વધશે તેમ પણ સૂત્રો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL