ભાજપના સાંસદો-ધારાસભ્યોની આેફિસોમાં રિપોર્ટરોને કારણ વગર બેસાડો નહી!

September 7, 2018 at 12:10 pm


2019ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ વધુ એલર્ટ થતો જાય છે. હવે ભાજપના મોવડીઆે દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તે વિચિત્ર છે.

ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોનાં સ્ટાફને એવી સૂચના અપાઈ છે કે, તમારી આેફિસોમાં અખબારનાં રિપોર્ટરોને અમથા બેસવા દેશોનહી એમની સાથે ગપ્પા મારવામાં ટાઈમ કાઢશો નહી.

આેફિસોમાં જે કોઈ આવે તેના પર બાજ નજર રાખવાની રહેશે અને એમની માહિતી રાખવી પડશે.

ભાજપના વિચારોમાં વિશ્વાસ રાખતા લોકોનો સાશ્યલ મીડિયા પર ડેટાબેજ બનાવવાનો રહેશે.

સાંસદો અને ધારાસભ્યોના સ્ટાફ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શનનો કાર્યક્રમ ઘડી કઢાયો છે. ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે દિલ્હીમાં સ્ટાફ માટે ટ્રેનિંગનો કલાસ યોજાયો છે.

65 પાનાની માર્ગદશિર્કા સ્ટાફ માટે તૈયાર થઈ છે અને તેનું વિતરણ આજે થવાનું છે. તેમાં નાણાંકીય બાબતોથી લઈને લોકો સાથે સંવાદ સાધવા સહિતની સૂચનાઆે છે.

મહત્વની સૂચના એ છે કે, સાંસદો કે ધારાસભ્યોના સ્ટાફે આેફિસોમાં અખબારના રિપોર્ટરોને અમથા અને કારણ વગર બેસવા દેવા નહી અને એમની સાથે ટોલટપ્પા કરવા નહી.

મતદાતાઆે અને આમ પબ્લીક જે ફરિયાદો કરે તેની નાેંધ રાખવાની રહેશે. એમપીલેડ ફંડમાંથી વિકાસના કામો કેટલા થયા તેની વોચ રાખવી પડશે.

અખબારના રિપોર્ટરોને અથવા કારણ વગર આેફિસોમાં બેસવા દેવા નહી તેવી સૂચના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળી છે. અખબારી રિપોર્ટરો થકી જ ભાજપ ઉજળો છે તે વાત ભૂલીને આવી સૂચના અપાઈ હોવાથી ચર્ચા થઈ રહી છે.

Comments

comments

VOTING POLL