ભાજપના સાંસદ સાક્ષી મહારાજે નાઈટ કલબનું ઉદ્ઘાટન કર્યું!!

April 16, 2018 at 12:43 pm


ભાજપ્ના ભારે વિવાદાસ્પદ સાંસદ સાક્ષી મહારાજે લખનૌમાં નાઈટ કલબનું ઉદઘાટન કરતાં ભારે વિવાદ અને આરોપબાજી શ થયા છે.
આ નાઈટ કલબનું નામ લેઈટસ મીટ રાખવામાં આવ્યું છે. રવિવારે રાતે જ સાક્ષી મહારાજે રીબીન કાપીને આ નાઈટ કલબ ખુલ્લી મુકી હતી અને ત્યાં તેઓ રોકાયા હતા.
ભાજપ્ના ધારાસભ્ય દ્વારા બળાત્કાર થયાની ઘટનાને પગલે દેશભરમાં મહિલાઓના અત્યાચારના બનાવોને પગલે રોષ છે ત્યારે જ નાઈટ કલબનું ઉદઘાટન થયું છે.
સાક્ષી મહારાજ ઉન્નાવ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બાબતે ભારે રાજકીય લડાઈ શ થઈ ગઈ છે.
ભારતીય સંસ્કૃતિની રશાતા નામે દુહાઈ દેતા ભાજપ્ના નેતાઓ નાઈટ કલબોના ઉદઘાટન કરવા લાગ્યા છે. તેવો કટાક્ષ વિપક્ષ દ્વારા થયો છે.
રેપ કેસોમાં જેલ ભેગા થયેલા બાબા રામ રહીમના બચાવમાં ઉતરાને સાક્ષી મહારાજે બધાનો રોષ વ્હોરી લીધો હતો.

Comments

comments

VOTING POLL