ભાજપના ૭૫ સંકલ્પો

April 9, 2019 at 9:33 am


રાહુલ ગાંધીએ ગરીબોને 72 હજાર રૂપિયાની સહાય સહિતની યોજનાઓ સાથેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કયર્િ પછી હવે ભાજપે સંકલ્પ પાત્ર જાહેર કરીને આગામી પાંચ વર્ષમાં કરવાના કાર્યોની સંકલ્પબધ્ધતા જાહેર કરી છે. આ ઢંઢેરામાં રામમંદિર અને કાશ્મીર માટે ની વિવાદી કલમ દૂર કરવાનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ઉપર તો તમામ પક્ષો આકાશમાંથી તારા તોડી લાવવાના વચન આપે છે પણ તેમાંથી કેટલાનો અમલ થાય છે તે જોવાનું વધુ મહત્વનું બની રહે છે. ભાજપ જ નહિ પણ કોંગ્રેસે પણ પોતે કેટલા વચન પાળી શકશે તેની પ્રામાણિકતાપૂર્વક જાહેરાત કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી એટલે કે વર્ષ 2022 ના સમય ગાળા સુધીમાં કાર્ય કરવા માટે અમે 75 સંકલ્પ લીધા છે. આ સંકલ્પ પત્રમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે.
ભાજપ્ના સંકલ્પ પત્ર માં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતમાં ખોટી રીતે થનારી ઘુસણખોરી રોકવા માટે અમે કડક વલણ અપ્નાવીશું. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલને બંન્ને સદનોથી પાસ કરાવીશું અને લાગૂ કરીશું. આનાથી કોઈ રાજ્યની સાંસ્કૃતિક અને ભાષાઈ સંરચના પર કોઈ આંચ નહી આવવા દઈએ.ભાજપ્ના સંકલ્પ પત્ર માં વચન આપવામાં આવ્યું છે કે ક્રેડિટ કાર્ડના 1 લાખ સુધી લોન પર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહી આપવાનું રહે. વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરીશું. રામ મંદિર નિમર્ણિ કરાવવાની પૂર્ણત: કોશિષ કરીશું. સંકલ્પ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 25 કરોડ ગ્રામીણ ક્ષેત્રોમાં જ ખર્ચ થશે. બીજેપીએ રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવવાનો પણ વાયદો કર્યો છે.
ભાજપે વચન આપ્યું કે નાના દુકાનદારોને પેન્શન આપીશું અને સાથે જ 60 વર્ષથી વધારેની ઉંમરના ખેડૂતોને પણ પેન્શન આપીશું. સંકલ્પ પત્રમાં કલમ 35-એ ને હટાવવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્રમાં કાશ્મીરી પંડિતોની વાપસી, ખર્ચ બચાવવા માટે એક દેશમાં એક ચૂંટણી અને પાંચ વર્ષમાં નક્સલવાદ ખતમ કરવાનું વચન આપવામાં આવ્યું છે.
ભાજપે વાયદો કર્યો કે જીએસટીને વધારે સરળ કરવામાં આવશે. તમામ વ્યક્તિને પાંચ કિલોમીટરમાં બેંક મળશે. આ સાથે જ તમામ બાળકોનું ટીકાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે.આ સંકલ્પ પત્રમાં કહ્યું કહેવામાં આવ્યું કે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરીશું.એટલે કે ત્રણ તલાકવાળા નિયમનો અમલ કરાવશું.અત્યારે તો કોંગ્રેસે આ સંકલ્પપત્રનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આ એક પ્રકારનો જુમલો જ છે.ભાજપ્ની નેતાગીરીએ હવે જો સત્તા પછી મળે તો આ બધા સંકલ્પોને માત્ર જુમલો નહિ રહેવા દઈને તેનો વાસ્તવ અમલ કેવી રીતે થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Comments

comments

VOTING POLL