ભાજપને એકલા હાથે બહુમતી મળવી મુશ્કેલઃ ગુજરાતમાં બેઠક ઘટશે

August 29, 2018 at 10:46 am


વિદેશી બ્રાેકરેજીસના મતે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ફરી ભાજપ સત્તા પર આવી શકે છે. પરંતુ ભાજપને એકલા હાથે બહુમતી મેળવવામાં કદાચ પન્નાે ટૂંકો પડશે. તેમના મતે એન્ટી-ઇનકમ્બન્સી જોવા મળશે અને વિપક્ષો ભેગા થશે તો મોદી માટે બીજી ટર્મ સામે જોખમ ઉભું થઇ શકે છે. વિપક્ષો ભાજપની સીટ આેછી કરી શકે છે.

જાણીતા બ્રાેકરેજ સીએલએસએના મતે ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે 200-270 સીટ મળી શકે છે. ભાજપને ગત ચૂંટણી કરતાં 10-80 સીટનું નુકશાન થઇ શકે છે. 2014માં ભાજપને 282 સીટ મળી હતી. નોમુરાએ ભાજપ-એનડીએની કુલ સીટ 181થી 308 વચ્ચે હાઇ શકે છે. તેમ વ્યાપક સંભાવના દશાર્વી છે. આ બન્ને આંકડાનો સરેરાશ 245 થયા છે, જે બહુમતી કરતાં 27 આેછી છે. યુબીએસએ કહ્યું છે કે શેરબજાર જે રીતે ચાલી રહ્યું છે તે જોતા 2019માં મોદી વિજય બનશે. શેરબજારમાં રોકાણ કરનારાઆે માટે પણ આગામી સમયમાં રાજકીય ઘટનાક્રમ પર બાજનજર રાખવી અનિવાર્ય બની જશે. વિવિધ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના પરિણામની પણ બજાર પર અસર જોવા મળશે

સીએલએસએ નાેંધ્યું છે કે 2004માં મોટાભાગના આેપિનિયન પોલના અંદાજ મુજબ વાજપેયીના નેતૃત્વમાં ભાજપ-એનડીએની ફરી સત્તા બનશે તેવા વરતારા થયા હતાં. ‘ઇન્ડિયા શાઇનિંગ’ કેમ્પેઇનની જબરજસ્ત અસર હતી. પરંતુ અંતે ભાજપના પરાજય થાયો હતો અને મનમોહનસિંધના નેતૃત્વમાં સરકાર બની ગઇ અને પછી એક દાયકા સુધી ભાજપ સત્તાથી વંચિત રહી ગયો હતો. 2009માં કાેંગ્રેસે ફરી સત્તા કબજે કરી હતી.

બ્રાેકરેજીસના મતે જો મોદી ચૂંટણી હારશે તો સ્થાનિક રોકાણકારો પર તેની સેન્ટિમેન્ટલ મોટી અસર થશે. તેને કારણે સ્થાનિક નાણાં પ્રવાહ પર પણ અસર પડી શકે છે. આમ, જો આવું બને તો ભારતીય બજાર માટે નકારાત્મક પરિબળ બની શકે છે.

ગુજરાતમાં ભાજપને 20-22 સીટનો અંદાજ

બ્રાેકરેજીસે આપેલા સીટના અંદાજ મુજબ ગુજરાતમાં ભાજપને 20-22 સીટ મળી શકે છે. આમ, તેને ગત ચૂંટણી કરતા નુકસાન થશે. મધ્ય પ્રદેશમાં 29 પૈકી 18-25 સીટ મળવાનો અંદાજ છે. ત્યા શિવરાજસિંહ સામે એન્ટી-ઇનકમ્બન્સીની અસર જોવાશે. રાજસ્થાનમાં વસુંધરારાજે સિંધિયાના શાસન વિરુદ્ધ જનાદેશ પ્રબળ બની રહ્યાે હોવાનું આ બ્રાેકરેજીસ માને છે. તેમના મતે ત્યાં 25 પૈકી ભાજપને 12-15 સીટ મળશે. 2014ની ચંૂટણીમાં ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ તમામ 25 સીટ ભાજપને મળી હતી.

Comments

comments

VOTING POLL