ભાજપે ટીવી પર સૌથી વધુ જાહેરખબરો આપી

November 23, 2018 at 11:07 am


પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ટીવી પર જાહેરખબરો આપવામાં ભાજપ સૌથી આગળ છે. બીએઆરસીના ડેટા પ્રમાણે 16 નવેમ્બર સમાપ્ત થયેલા સપ્તાહમાં ભાજપે વિમલ પાનમસાલા કરતા પણ વધુ એડવટાર્ઇઝમેન્ટ આપી હતી. ભાજપ પછી જાહેરખબરો આપવામાં નેટફિલકસ અને ટ્રિવાગો અનુક્રમ બીજા અને ત્રીજા ક્રમે હતી. જાહેરખબર આપવામાં તેઆે કન્ઝયુમર ગૂડ્સ કંપની એચયુએલ, રેકિટ બેિન્કસર, એમેઝોન કરતા પણ આગળ છે.

ગયા સપ્તાહમાં ભાજપ બીજા ક્રમે હતો પણ ત્યાર પછી તે તમામ ચેનલ પર પ્રથમ ક્રમે છે. ટોચના દસ એડવટાર્ઇઝર્સમાં કાેંગ્રેસ કયાંય નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, રાજસ્થાન અને મિઝોરમમાં ચૂંટણી આવી રહી છે. મતદાનના અમુક તબકકા પૂરા પણ થઇ ગયા છે. મોટા ભાગનું વોટિંગ હવે ડિસેમ્બરમાં થશે.

આગામી ચૂંટણીને ‘કિંગ મેકર્સ ઇલેકશન’ તરીકે જોવામાં આવે છે. તેથી તમામ પક્ષો માટે બહુ મોટો જુગાર રહેશે. આ ચૂંટણીઆેમાં આવનારા પરિણામની અસર સામાન્ય ચૂંટણી પર પડશે. આગામી વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વિશે ભાજપને કરવામાં આવેલ ફોન કોલનો જવાબ મળ્યો ન હતો.

ડેન્ટસુ એજિસ નેટવર્ક (ડીએએન)ના ચેરમેન અને સીઇઆે, સાઉથ એશિયા, આશિષ ભસીને જણાવ્યું કે, ચૂંટણીની સિઝન હજુ શરૂ જ થઇ છે.

Comments

comments

VOTING POLL