ભાજપ અને આરએસએસના વડા મુસલમાનને બનાવી બતાવો : શંકરસિંહ વાઘેલા

November 18, 2018 at 12:21 pm


ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરતની મુલાકાતે આવ્યા હતા. અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે,પીએમ મોદીએ એક સભામાં કહ્યું હતું કે, કાેંગ્રેસ પોતાના પક્ષના પ્રમુખ પદે ગાંધી પરિવારના સભ્ય સિવાય કોઇ અન્યને પદ આપે જેનો જવાબ વાઘેલા સુરતમાં આપતા કહ્યું હતું કે, ભાજપ પોતાના અધ્યક્ષ અને સંઘ પોતાનો વડો કોઈ મુસલમાનને બનાવીને બતાવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. અને પીએમ મોદીએ એક સભામાં કાેંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કાેંગ્રેસને પડકાર આપતા કહ્યું હતું કે, કાેંગ્રેસ ગાંધી પરિવારના સભ્યને છોડી કોઈ અન્યને પક્ષ પ્રમુખ બનાવીને બતાવે. પીએમ મોદીના આ નિવેદન પર વાઘેલાએ પડકાર આપતા સુરતમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ પોતાના નવા કાર્યાલયમાં પક્ષના અધ્યક્ષની ખુરશી પર મુિસ્લમ વ્યિક્ત ને બેસાડે. સાથે સંઘ પણ પોતાના પ્રમુખ મુિસ્લમ બનાવે.
શંકરસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું કે, તેઆે કાેંગ્રેસ સાથે છે કે માત્ર પીએમને હરાવવા માંગે છે તો વાઘેલાએ જણાવ્યું હતું કે, હું એક વર્ષમાં નવ રાજ્યોમાં મુસાફરી કરી છે.જે દરમિયાન લોકો જણાવી રહ્યા છે કે, અમારો તો વિકાસ થયો જ નથી. હું ભાજપને હરાવવા માટે બધું જ કરવા તૈયાર છું.

Comments

comments

VOTING POLL