ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામ્યુ સોશિયલ મીડિયા વોર

April 19, 2019 at 10:32 am


દેશભરમાં લોકસભાની ચૂંટણી હવે ત્રીજા તબકકાના મતદાન તરફ આગળ વધી રહી છે, ત્યારે રાજકીય પક્ષો તેમના સોશિયો મીડિયા દ્વારા પ્રચાર અને પ્રસારના શસ્ત્રોને રોજ નવી ધાર કરે છે. બન્ને પક્ષો રોજ ‘જો જીવા વહી સિંકદર’નું સૂત્ર અપ્નાવીને નવા કેમ્પેઈન કરીને એકબીજાને પછાડવાની સ્ટ્રેટેજી બનાવીને આગળ ધરી રહ્યાં છે.

કોંગ્રેસ તેના નેતાઓના પ્રચારમાં ભાજપ વિરોધી વાતો વહેતી કરે છે, તો ભાજપ પણ તેના નેતાઓના ભાષણ-મુદ્દાઓ ઉપરાંત કોંગ્રેસના જુઠ્ઠાણાની સામે તમામ સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવી રહ્યાં છે. ભાજપે રોજ નવા હેશટેગ સોશિયલ મીડિયામાં મૂકીને આઈટી વોર છેડયું છે.
ગુજરાતમાં ભાજપ્ના આઈટી અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ક્ધવીનર પંકજ શુકલાએ જણાવ્યું હતું કે ‘અમે તમામ સોશિયલ મીડિયા એટલે કે ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ કે શેરચેટ કે અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ.

અમે દરરોજ નવા હેશટેગને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યાં છીએ જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રોજ થતીસભાઓને હેશટેગના માધ્યમથી મતદારો સુધી પહોંચાડીએ છીએ, જેમાં ‘હર વોટ મોદીકો’, ‘ફિર એકબાર મોદી સરકાર’, ‘ઈન્ડિયા વોન્ટસ મોદી અગેઈન’ જેવા કેમ્પેઈન ટ્વીટર પર શેયર કરાય છે. અમે પ્રથમ વાર વોટ કરનાર યુવા મતદાતાઓ વોટિંગ કરવા જાય તે માટે કેમ્પેન કરીએ છે, ભાજપ સરકારના કામથી લોકોના જીવનમાં સુધારો થયો ફાયદો થયો હોયતે બાબત મતદારો સુધી પહોંચાડીએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં પોલિટીકસ કનેકટ કે મેસેજને વીડિયોના માધ્યમથી મતદારોમાં સોશિયલ મીડિયામાં પહોંચાડીએ છીએ, તે જ રીતે ભાજપ પ્રમુખ અમિત શાહના પ્રવાસ કે રેલીના ભાષણ કે અપીલ જેવી બાબતો મતદારોમાં પહોંચાડીએ છીએ. સાથે સાથે કોંગ્રેસે જે જુઠ્ઠાણું ચલાવે છે, તેનો પદર્ફિાશ કરવાનો પ્રયત્ન કરીએ છે. દા.ત., હાર્દિક અગાઉ કહ્યું હતું કે, રાહલે દાદીના નામે વોટ માંગ્યા નથી તે અંગેનો અમે અગાઉનો વીડિયો શેર કયો હતો. સામે એક ઓર અસત્યના નામથી સીરીઝ ચલાવીએ છીએ, જેમ કે અગાઉ હાર્દિક રાજકારણમાં આવી વોટ નથી માંગવાનો કહ્યું હતું તેની સામે હાલમાં કોંગ્રેસ માટે વોટ માંગે છે. તો તે વીડિયો મીડિયામાં શેર કરીએ છીએ.

કોંગ્રેસના આઈટી સોશિયલ મીડિયા સેલ દ્વારા ભૂતકાળમાં વિકાસ ગાંડો થયો કેમ્પ્ન હોય કે તાજેતરમાં વિકાસ લીક થયો (પેપર ફૂટયા બાદ) વગેરે ખૂબ જ ચાલ્યા હતાં. હાલમાં ‘અબ હોગા ન્યાય’ સમગ્ર ભારતમાં ટોપ ટ્રેન્ડ તરીકે કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ 26 મતક્ષેત્રોમાં અલાયદી રીતે કામ કરી રહ્યા હોવા અંગે પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયાના સ્ટેટ કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાનો ઉપયોગ કોંગ્રેસનો પ્રચાર કરવા અને ભાજપ્ની પોલ ખોલવામાં આવી રહી છે.’
ગુજરાતમાં આવતા પાટીના સ્ટાર પ્રચારકોની સભા ફેસબૂક પરથી લાઈવ થશે. વિવિધ બેઠક પરા ઉમેદવારોના મહત્વના કાર્યક્રમોને પણ લાઈવ કવરેજમાં આવરી લેવામાં આવશે.

ચૂંટણી પંચે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા સી-વીજીલ નામથી જોગવાઈ કરી છે તેનો પણ પુરતો ઉ5યોગ કરવા કોંગ્રેસ કાર્યકરોને તાલીમબદ્વ કયર્િ છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા તંત્ર દ્વારા 26 લોકસભા વિસ્તારના ફેસબૂક પેજ બનાવવામાં આવ્યા છે જેમાં સ્વયંસેવકો કાર્યરત છે.’
રાવલે એમ પણ કહ્યું હતું કે, ‘અમે તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ રાજ્યની તમામ 182 વિધાનસભા ક્ષેત્રના વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ 2014ની લોકસભાની ચૂંટણી વખતે પ્રજાને જે વચનો આપેલા તે ઓડિયો-વીડિયો પઘ્ધતિથી ફરીથી પ્રજાને યાદ કરાવીએ છીએ.

સરકારી નિષ્ફળતા પ્રજા સમક્ષ સોશ્યલ મીડિયા થકી ખુલ્લી કરતા વીડિયો માધ્યમ પર શેર કરીએ છીએ. હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહલ ગાંધીએ તાજેતરમાં જ જાહેર કરેલી ગરીબો માટેની રૂ.72,000ની આવકની ગેરેન્ટીની યોજનાને સોશિયલ મીડિયાના પ્રચારમાં કોંગ્રેસ અગ્રસ્થાને રાખશે.

Comments

comments