ભાજપ ની સભ્ય નાેંધણી ઝુંબેશ ને ફિક્કાે પ્રતિસાદ છતાં 50 લાખ નવા સભ્યો નાેંધાશે તેવો ભાજપનો દાવો

July 20, 2019 at 10:27 am


ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સભ્ય સંખ્યા વધારવા હાથ ધરાયેલી સભ્ય નાેંધણી ઝુંબેશને ગુજરાતમાં ફીકો પ્રતિસાદ મળી રહ્યાે હોવાનું જાણવા મળે છે ત્યાં બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડéાએ આજકાલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર તરફથી અમને 20 ટકા સભ્ય વધારવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે પરંતુ અમે પચાસ ટકા ને પહાેંચીશું અને ગુજરાતમાંથી ભાજપના નવા 50 લાખ સભ્યો ની નાેંધણી કરવામાં કામયાબ રહીશું. દેશના જુદા જુદા રાજ્યો સહિત ગુજરાતમાં પણ તારીખ 6 જુલાઈ થી શરુ થયેલી ભાજપની સભ્ય નાેંધણી ઝુંબેશમાં અત્યાર સુધી અમે 15 લાખ નવા સભ્યો નાેંધવામાં સફળ રહ્યા છીએ અને 11મી આેગસ્ટે નાેંધણી ઝુંબેશની અવધિ પૂર્ણ થતાં પહેલા અમે આ આંકડો 50 લાખ સુધી લઈ જઈશું અથાર્ત ગુજરાત ભાજપ માં વધુ નવા 50 લાખ સભ્યોનો ઉમેરો થશે. ભાજપ સંગઠન સંરચના ના ભાગરુપે હાથ ધરાયેલી સભ્ય નાેંધણી ઝુંબેશ મોબાઈલ ફોન દ્વારા થઈ રહી છે જેમાં મિસકોલ આપવાથી એક લીક આવશે આ લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી તે ભર્યા બાદ મોબાઇલ દ્વારા જ સબમિટ કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન સંરચના ના ભાગરુપે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ગઈકાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા જેમાં શુક્રવારે તેમને ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે શ્રેણીબÙ બેઠકો યોજી હતી અને આજે સવારે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ આેફ યુનિટી ની મુલાકાત લઇ 2 વાગે અમદાવાદ ફરી ત્યાંથી મુંબઈ જશે. જેપી નડ્ડા દેશના જુદા જુદા રાજ્યોમાં ભાજપ સંગઠન સંરચના ના ભાગરુપે પ્રવાસ કરી રહ્યા છે ગઈ કાલે તેમણે ભાજપ ની મીટીગ ને સંબોધતા ભાજપ નો લક્ષ્ય કાેંગ્રેસમુક્ત ભારત અને ભાજપ યુક્ત ભારત હોવાનો ભાજપના કાર્યકરોને કોલ આપ્યો હતો.

Comments

comments