ભાજપ માટે નબળા ગણાતા મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લાઆેમાં તોડફોડ અને તડજોડનું રાજકારણ

February 8, 2019 at 11:01 am


જે લોકસભા વિસ્તારમાં કે જિલ્લામાં ભાજપ નબળો છે અનેજ્યાં આેછા ધારાસભ્યો ચૂંટાયા છે એવા કેટલાંક વિસ્તારોને ભાજપના નેતાઆે રાજકીય રીતે તોડફોડ કરી રહ્યાે છે. 15 જિલ્લાની 10 લોકસભા બેઠક ભાજપ માટે નબળી છે ત્યાં તોડફોડ શરુ કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા પર રાજકીય તાંડવ શરુ કર્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ વખતે 26 માંથી 15 થી 17 બેઠકો મળી શકે છે જ્યારે કાેંગ્રેસને ફાયદો થઇ રહ્યાે છે. તેથી તોડફોડ થઈ રહી છે. કાેંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં દિલ્હીથી અમિત શાહ દ્વારા જોડાયા હતા. હવે આશા પટેલ પણ એજ રસ્તે છે. બારડોલી કાેંગ્રેસનો ગઢ માનવામાં આવે જ્યા કાેંગ્રેસના ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપ સાથે પંજો મેળવી રહ્યાં છે. આ બધા રાજકીય પક્ષાંતરો અમિત શાહ, નરેન્દ્ર મોદી અને જીતુભાઇ વાઘાણી કરાવી રહ્યાં છે. જે સાથે નથી તે સામે છે એવું ભાજપ સ્પષ્ટ પણે માને છે. કાેંગ્રેસ સામે છે અને તેથી કાેંગ્રેસ તોડી રહ્યાં છે.

કાેંગ્રેસ મુક્ત કરવાનો નવો રસ્તો ગુજરાતથી શરુ થયો છે. જેમાં કાેંગ્રેસના નેતાના રાજીનામાં અપાવીને કાેંગ્રેસને તોડવાનો માર્ગ છે. રાજ્યસભાની ચૂંટણીમાં 14 ધારાસભ્યોએ કાેંગ્રેસમાંથી રાજીનામાં અપાવીને કાેંગ્રેસ છોડાવી હતી. જે તમામ ભાજપમાં ગયા હતા.

હળવદના કાેંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે સોદાબાજી શરુ કરી છે. તે જો કાેંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતિ કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

વડાપ્રધાન મોદી વડનગરનાં વતની છે જ્યારે અમિત શાહ માણસાનાં વતની છે. આ બંને મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાં મોટાપાયે કાેંગ્રેસ છોડાવો અને ભાજપ જોડાવો અભિયાન હાથ ધર્યું છે. ભાજપ કાેંગ્રેસયુક્ત બની ગયો છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર વિસ્તારમાં કોળી આેપરેશન માટે કુંવરજીને ખભે બંદુક મુકયા બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ પાટીદારોના નેતાઆેને ભાજપમાં લેવામાં આવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં 32 ધારાસભ્યોમાંથી 17 કાેંગ્રેસના અને 15 ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા.

ભાજપે દ્વારકા, અમરેલી, દાહોદ, બોટાદ, જામનગર જેવા જિલ્લામાં રાજકીય નેતાઆેની આયાત કરી હતી.

ગુજરાતમાં 1995થી 2018 સુધીમાં જેટલી ચૂંટણીઆે થઇ છે તેમાં કાેંગ્રેસના 12 સંસદસભ્યો, 65 ધારાસભ્યો અને 15000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ખાસ કરીને જ્યારે પાલિકા, પંચાયત, રાજ્યસભા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કાેંગ્રેસના નેતાઆે ભાજપમાં જોડાય છે. તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ સામૂહિક રીતે જોડાઇ જાય છે. મહત્વના કહી શકાય તેવા નેતાઆેમાં લીલાધર વાઘેલા, જોઇતાભાઇ પટેલ, નરહરિ અમીન, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, બાવકુ ઉંઘાડ મુખ્ય છે.

ગઇ વિધાનસભાની ચૂંટણી પહેલા કાેંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કાેંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું તે સમયે તેમની સાથે તેમના 11 સમર્થકો પણ જોડાયા હતા. કાેંગ્રેસને રાજ્યસભામાં તો મુશ્કેલીમાં મૂકી હતી પરંતુ સાથે સાથે વિધાનસભામાં પણ મુશ્કેલીમાં મૂકી છે. આશ્ચર્યની બાબત એવી છે કે કાેંગ્રેસમાં મુખ્યમંત્રીના જે દાવેદારો છે તે– શિક્તસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અજુર્ન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી જેવા સિનિયર નેતાઆે વિધાનસભાની ચૂંટણી હારી જાય છે.’

એક પણ ધારાસભ્ય ન ચૂંટાયા હોય એવા જિલ્લા

જિલ્લાે - ભાજપ - કાેંગ્રેસ 
ગીરસોમનાથ - 00 - 04 
અરવંી - 00 - 03 
અમરેલી - 00 - 05 
મોરબી - 00 - 03 
જુનાગઢ - 01 - 05 
આણંદ - 02 - 05 
તાપી - 00 - 02 
નર્મદા - 00 - 01 
ડાંગ - 00  01

ભાજપના આેછા ધારાસભ્યો ચૂંટાયા હોય એવા જિલ્લાઆે

જિલ્લાે - ભાજપ - કાેંગ્રેસ 
સુરેન્દ્રનગર - 01 - 04 
પાટણ - 01 - 03
ગાંધીનગર - 02 - 03
જામનગર - 02 - 03 
છોટાઉદેપુર - 01 - 02 
બનાસકાંઠા - 03 - 05 - 01(અન્ય)

કાેંગ્રેસ અને ભાજપના સમાન ધારાસભ્યો હોય એવા 5 જિલ્લા છે.

દ્વારકા - 01 - 01 
બોટાદ - 01 - 01 
ખેડા - 03 - 03 
દાહોદ - 03 - 03 
મહીસાગર - 01 - 01 - ૦૧

Comments

comments

VOTING POLL