ભાજપ-સેનાએ વચ્ચેની ખાઈ

July 24, 2018 at 9:54 am


ભાજપ અને શિવસેનાના રાજકીય સંબંધોની ખાઈ વધુ ઉંડી થઇ રહી છે. આમ તો શિવસેના ઘણા સમયથી આક્રમકઃ છે અને પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી કેન્દ્ર સરકાર અને ભાજપની વિરુÙમાં નિવેદનો કર્યે રાખે છે. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં પણ કઈ બાકી રાખ્યું નથી. મોટા આશ્ચર્યની વાત તો એ છે કે, એનડીએના ભાગીદાર હોવા છતાં શિવસેનાએ આવી ટીકા ખુલ્લેઆમ કરી હતી.

સંસદમાં કેન્દ્રની ભાજપની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો ત્યારથી જ એનડીએના ઘટક પક્ષ અને ભાજપના સૌથી જૂના સાથીદાર એવા શિવસેનાએ નખરા કરવાનું શરુ કરી દીધું હતું. શિવસેના આ વિશ્વાસના મત વખતે સંસદમાં ભાજપનો સાથ આપશે કે નહી આપે, ગેરહાજર રહેશે કે યુપીએને ટેકો આપશે તેવી ચર્ચાઆે પુરજોશમાં ચાલી હતી. સેનાના સંસદસભ્યો પણ હાઈ કમાન્ડના આદેશની રાહ જોતાં હતા અને ખરા સમયે જ શિવસેના સંસદમાં ગેરહાજર રહી, જોકે શિવસેનાના સાંસદોના મતની જરુરત ભાજપને નથી જ. ભાજપ પાસે પોતાના સાંસદો બહુમતી પુરવાર કરવા માટે પૂરતા છે.

સેનાએ જો ભાજપની સામે થવાને બદલે તેને સાથ આપ્યો હોત તો તેના માટે ફાયદાકારક પુરવાર થાત, પરંતુ મોદીના મેજિક બાદ મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપને સફળતા મળી રહી છે તે શિવસેનાથી સહન થઈ રહ્યું નથી. હંમેશાં નંબર ટુ પર રહેલો ભાજપ દરેક મોરચે શિવસેનાને હંફાવી રહ્યાે છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકારમાં પણ શિવસેનાના પ્રધાનો કે સાંસદનું કંઈ ચાલતું નથી. બધો કારભાર મુખ્ય પ્રધાન ફડણવીસના હાથમાં છે અને ફડણવીસ પણ કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે કામ કરી રહ્યા છે. આને કારણે શિવસેના અકળાઈ ગઈ છે.

વિશ્વાસના મત સમયે શિવસેનાએ લીધેલાં પગલાંના કારણે હવે બંને વચ્ચે મનમેળ શક્ય નથી. ભાજપ પણ ઘડી ઘડીના દબાણથી કંટાળ્યો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં શિવસેના એનડીએના ઘટક પક્ષ તરીકે ન હોય તો નવાઈ લાગશે નહી, કેમ કે હવે ભાજપ તેમને મનાવવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL