ભાટીયામાં વકરતો વિજ ધાંધિયાનો પ્રશ્રઃ લોકોમાં રોષ

May 24, 2018 at 10:59 am


Spread the love

અકળામણ કરાવતી ગરમી વચ્ચે ભાટિયામાં વારંવાર વિજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવમાં ઉતરોતર વધારો થઇ રહ્યાે છે, છેલ્લા 15 દિવસથી ત્રાસ દાયક રીતે વિજ સેવાઆે કથડતાં આમ જનતામાં રોષ જોવા મળી રહ્યાે છે.

ગતમાસથી દર શુક્રવારે સવારથી સાંજુ સુધી વિજ પુરવઠો બંધ રાખી પ્રીમોન્સુન કામગીરી બાબતે રીપેરીગ કામ હાથ ધરાયૂં છે આમ છતાં આડા દિવસોમાં સરેરાસ રોજ 5-6 વખત વિજપુરવઠો બાધિત થઇ રહ્યાે છે. ગરમી ચરમસિમાએ પહાેંચી હોવાથી એ.સી. ફ્રીજ, કુલર, પંખા જેવા ઉપકરણોનો વપરાસ વધ્યો છે વિજ માંગ વધી તે નકકી છે પરંતુ સામે મેઇન્ટેનન્સ થતું હોવા છતાં વિજકંપની નિરંતર પ્રવાહ આપવામાં નિષ્ફળ રહી છે રાત્રે પણ વિજળી ગુલ થવાના બનાવો વધી રહ્યા છે, વિજ પુરવઠો પૂર્વવત કરવામાં વિલંબ થતો હોવાથી લોકોને ઉજાગરા કરવાની નોબત આવી છે બપોરે અને રાત્રે ખોરવાતા પુરવઠાની સૌથી માઠી અસર બાળકો પર જોવા મળી રહી છે, બાળકોની ચિચિયારીઆેથી વાતાવરણ વધુ તંગ બની રહ્યું છે. દિવસ દરમિયાન વારંવાર ફોલ્ટ સજાર્તા નાના આૈધોગિક એકમો અને ધંધા રોજગારને માઠી અસર પહાેંચી રહી છે આ કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી રહી હોવાનું લગતા એકમોમાં જોવાઇ રહ્યું છે, વિજ ફોલ્ટ ઉદભવ્યે બોર્ડનો કમ્પલેઇન નંબર મુંગો બની જાય છે, જેથી આ બાબતની ફરીયાદ પણ થઇ શકતી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. પ્રિમોનસુન કામગીરી હાથ ધરાયેલ છે, છતાં વિજ ધાંધીયાઆેએ જોર પકડતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે, હાલની ખાડે ગયેલી વ્યવસ્થા તાત્કાલીક સુધરે તેવી નાગરિકો માંગણી કરી રહ્યા છે.