ભાટીયા ગામમાં ખાનગી ટયુશન કલાસીસ દ્વારા 15મી આેગષ્ટનું ભવ્ય ઐતિહાસિક પ્રદર્શન તથા ઉજવણી

August 25, 2018 at 11:05 am


ભાટીયા ગામમાં 15 મી આેગષ્ટના ગાયત્રી ટયુશ કલાસીસ દ્વારા સ્વાતંÔય દીનની ઉજવણીના ભાગરુપે ખુબ જ ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રદર્શનમાં ભારતના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા દુર્લભ ફોટોગ્રાફસ, ભારતની મહાન વિભૂતિઆે પ્રખ્યાત સ્થળો તેમના ફોટોગ્રાફસ સાથે પ્રદશિર્ત કરવામાં આવેલ હતા. આ પ્રદર્શનનું વિશેષ આકર્ષણ આપણા ભારત દેશના તમામ રાજયોના પ્રખ્યાત સ્થળો, લોકનૃત્યો, વિશેષતાઆે પહેરવેશ વાનગી તેમજ જે તે સ્થળની પ્રખ્યાત ચીજવસ્તુઆે દ્વારા વીડીયો દ્વારા તેમજ વાસ્તવિક રીતે રાખવામાં આવેલ હતી. અન્ય આકર્ષણમાં એક સર્વધર્મ સમભાવ મંદિર તૈયાર કરવામાં આવેલ હતું આ પ્રદર્શનનો લાભ હજારોની સંખ્યામાં ભાટીયા તેમજ આજુબાજુના ગામોની દેશપ્રેમી જનતાએ સ્કુલના શિક્ષકો તેમજ વિદ્યાથ}આેએ લીધેલ હતો. આ સમગ્ર પ્રર્દશનનુ આયોજન કરી ગાયત્રી ટયુશન કલાસીસના સંચાલક બિપીનભાઇ જે. કુપાએ કરેલ હતું આ સમગ્ર પ્રદર્શન તૈયાર કરવામાં કલાસીસના વિદ્યાથ}આેનો ખુબ જ સહયોગ મળલ હતો. આ પ્રદર્શનમાં લોહાણા મહાજનના ઉપપ્રમુખ કિશોરભાઇ દતાણી, આહીર સમાજના અગ્રણી લખમણભાઇ બાબરીયા, પ્રેસ રિપોર્ટર મિત્રો અમિતભાઇ કાનાણી અશોકભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ઉપાધ્યાય ગામના શિક્ષકમિત્રો, ડોકટરો તેમજ વાલીઆેએ આ પ્રદર્શનની મુલાકાત લઇ વિદ્યાથ}આેના ઉત્સાહમાં વધારો કરી શુભેચ્છા આપી હતી.

Comments

comments

VOTING POLL