ભાણવડના રાણપરમાંથી 69 લાખનો દારૂ ભરેલો આઇશર ટ્રક ઝડપી લેતી એલસીબી

September 12, 2018 at 11:58 am


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર બંધ રહે તે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ. એલ.ડી.આેડેદરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવા એલસીબી સ્ટાફને સુચના કરતા જે અનુસંધાને પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગત રાત્રીના ભાણવડ વિસ્તારના પેટ્રાેલીગમાં હતાં, દરમ્યાન એલસીબી સ્ટાફના પો.હેડ.કોન્સ. અરજણભાઇ ચંદ્રાવાડીયા તથા મસરીભાઇ ભારવાડીયા તથા ભરતભાઇ ચાવડાને ખાનગી બાતમી રાહે સયુકતમાં હકીકત મળેલ કે, રાણપર ગામે ધીગેશ્વર મહાદેવના મંદિર તરફ જતાં રસ્તે બરડા ડુંગરમાં અરજણભાઇ આલાભાઇ કોડીયાતર, પોપટભાઇ આલાભાઇ કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર, લાખાભાઇ રામાભાઇ કોડીયાતર (રે.બધા રાણપર તા.ભાણવડવાળાઆે) ટ્રક નં.એમએચ.46એફ.4935માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મંગાવી અને આ દારૂના જથ્થાને ટ્રકમાંથી ઉતારવાની પેરવીમાં છે.

તેવી હકીકત આધારે રેઇડ કરતા રાણપર ગામે જુની બંધ પથ્થરની ખાણમાં ટ્રક નં.એમએચ.46એ.4935માંથી દારૂ ઉતારતા સાત-આઠ ઇસમો પોલીસને જોઇ ભાગવા લાગેલ તેમની પાછળ સ્ટાફના માણસો દોડતા તે અંધારાનો/જંગલનો લાભ લઇ જંગલમાં નાશી ગયેલ અને પકડાયેલ નહી.

આ નાશી જનાર ઇસમોમાં રાણપરના અરજણભાઇ આલાભાઇ કોડીયાતર, પોપટભાઇ આલાભાઇ કોડીયાતર, કરમણ ઉર્ફે ઘેલીયો જગાભાઇ કોડીયાતર, લાખાભાઇ રામાભાઇ કોડીયાતર તથા અન્ય અજાÎયા ત્રણ ચાર ઇસમો હોવાનું સ્ટાફના માણસોએ આેળખી બતાવેલ હોય, જેથી આ આરોપી જે જગ્યાએથી ટ્રક મુકી નાશી ગયેલ તે ટ્રકમાંથી કુલ પેટી નં.1188, બોટલ નંગ 14256, કિ.રૂા.5702400નો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો મળી આવેલ.

તેમજ આઇસર ટ્રક નં.એમએચ.46એફ.4935 કિ.રૂા.1200000 તથા જીપીએસ તાલપતરી દોરડુ તથા બીલ્ટી મળી કુલ કિ.રૂા.6906900નો મુદામાલ પકડી પાડી નાશી ગયેલ આરોપીઆે વિરૂધ્ધ ભાણવડ પો.સ્ટે.ખાતે ગુનો રેકર્ડ કરાવી આરોપીઆેને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Comments

comments

VOTING POLL